`કયાંક મહેર, કયાંક કહેર, કયાંક તબાહીનું તાંડવ`, ગુજરાતના આ જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ!
Gujarat Heavy Rains: પાટણ જિલ્લામાં આવેલા વરસાદે વિનાશ વેર્યો છે. સરસ્વતી તાલુકામાં બાજરીના પાકને મોટું નુકસાન થયું છે. ભારે પવનથી બાજરીનો ઉભો પાક જમીન પર ઢળી પડ્યો છે.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાજ્યમાં ફરી વરસાદે માહોલ બનાવ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના ખેડૂતો કાગ ડોળે રાહ જોઈ બેઠા હતા. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઇ ગત રોજ (શુક્રવાર) સાંજના સમયે પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાટણ, સરસ્વતી, સિદ્ધપુર પંથકમાં ભારે વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા વરસતા કયાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, તો ક્યાંક ઉભો પાક જમીન પર ઢળી પડતા વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઇ ખેડૂતો પર પડતા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી હતી.
પત્ની સાથે શાકભાજી લેવા ગયેલા પતિને સાપ કરડ્યો, પગમાં એવો વીંટળાયો કે જીવ ગયો
પાટણ જિલ્લામાં જૂન- જુલાઈ મહિનામાં સારા વરસાદને લઇ ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોટા ખર્ચાઓ કરી બાજરી, કપાસ, એરંડા સહીતના પાકોનું વાવેતર કર્યું. પરંતુ ઓગસ્ટ મહિનો આખો કોરોધાકોર રહેતા ખેડૂતોનો પાક પાણી વિના મુશ્કેલીમાં મુકાયો હતો. ખેડૂતો પાણી વિના મુશ્કેલીમાં મુકાયા ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે ગત રોજ સાંજના સમયે પાટણ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા વરસતા કયાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો ક્યાંક પાક નુકશાની ને લઇ ખેડૂત દુઃખી જોવા મળ્યો હતો.
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો
આ વરસાદ ક્યાંક કહેર તો ક્યાંક મહેર રૂપ જોવા મળ્યો હતો. જેમાં પાટણ, સરસ્વતી, સિદ્ધપુર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો વાવાઝોડા સાથે વરસાદને લઇ સરસ્વતી પંથકમાં ઉભા બાજરીના પાકને મોટી નુકશાની થવા પામી હતી. સરસ્વતી તાલુકામાં ખેડૂતોએ 1400થી વધુ હેક્ટરમાં બાજરીનું વાવેતર કર્યું હતું અને ખેતરમાં ઉભા પાકને લણવાનો સમય પણ થઇ ગયો હતો.
આફ્રિકા નોકરી કરવા ગયેલા એકના એક દીકરાનું મોત, વિધવા માતા દીકરાનો ચહેરો નહિ જોઈ શકે
ગત રોજ કહેર રૂપી વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા વરસતા ઉભો પાક જમીન પર ઢળી પડ્યો હતો, જેને લઇ ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છૅ.
Asia Cupમાં વચ્ચેથી જ ભારતના આ મેચ વિનરને મોકલી દેવાયો ઘરે! ટીમનો સાથીદાર બન્યો કારણ