Asia Cup 2023: એશિયા કપમાં વચ્ચેથી જ ભારતના આ મેચ વિનરને મોકલી દેવાયો ઘરે! ટીમનો સાથીદાર બન્યો કારણ

IND vs PAK: કટ્ટર હરીફ પાકિસ્તાન સામે એશિયા કપ (Asia Cup-2023)ની સુપર-4 મેચ પહેલાં ભારતીય કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમમાં સામેલ એક ખેલાડીને સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યો છે.

Asia Cup 2023: એશિયા કપમાં વચ્ચેથી જ ભારતના આ મેચ વિનરને મોકલી દેવાયો ઘરે! ટીમનો સાથીદાર બન્યો કારણ

Sanju Samson leaves Indian Squad, Asia Cup 2023 : ભારતીય ટીમ હાલમાં શ્રીલંકામાં છે અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની તેની એશિયા કપ (Asia Cup-2023)ની સુપર-4 મેચની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ખેલાડીને ઘરે પરત મોકલી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે 10 સપ્ટેમ્બરે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે.

મેચ કોલંબોમાં છે
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ મેદાન પર ક્રિકેટ મેચ હોય છે ત્યારે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ રહે છે. હવે આવો જ માહોલ 10મી સપ્ટેમ્બરે રવિવારે જોવા મળશે. માત્ર ભારત અને પાકિસ્તાન જ નહીં, દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ પહેલાં જ એક ખેલાડીને ઘરે મોકલી દેવામાં આવ્યો છે.

સાથી ખેલાડી કારણ બન્યો
જે ખેલાડીને ઘરે મોકલવામાં આવ્યો છે તે અન્ય કોઈ નહીં પણ કેરળનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન છે. સંજુને એશિયા કપમાં ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. શરૂઆતની બે મેચમાં તેને ટીમમાં તક મળી ન હતી. હવે તેને ભારત મોકલવામાં આવ્યો છે. તેનું કારણ કેએલ રાહુલ છે. વાસ્તવમાં રાહુલ ઈજાના કારણે ટીમ સાથે અગાઉ શ્રીલંકા આવી શક્યો ન હતો. હવે તે ટીમ સાથે જોડાઈ ગયો છે. આવી સ્થિતિમાં સેમસનને ઘરે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીસીસીઆઈના અધિકારીએ પુષ્ટિ કરી છે
બીસીસીઆઈના એક અધિકારીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. InsideSportએ અધિકારીને ટાંકીને કહ્યું કે, 'કેએલ રાહુલ ટીમમાં સામેલ થયા બાદ હવે સંજુ સેમસનને ઘરે પરત મોકલી દેવામાં આવ્યો છે. સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે કારણ કે તે સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. સેમસનને આગામી વર્લ્ડ કપ માટે પણ ટીમમાં તક મળી નથી.

વરસાદ ખલેલ પહોંચાડી શકે છે
દરમિયાન 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર પણ વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. સુપર-4 રાઉન્ડની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news