અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે 510 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 348 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,08,744 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 31 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં અમદાવાદનાં જ 22, સુરતનાં 6, પાટણ અને ગાંધીનગર અને છોટાઉદેપુરમાં 1-1 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1592 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : દ્વારકાધીશની માફી માંગવા પહોંચેલા મોરારિ બાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુ ભાનો હૂમલો


રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં આજે 2,10,803 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,06,770 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 4033 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0ને કારણે રાજ્યમાં પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યું છે.


મહાનગરપાલિકાનાં પડઘા! રાજ્યના તમામ મહાનગરોની હદમાં વધારો કરવામાં આવ્યો


જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતીની વાત કરીએ તો કુલ 6239 કેસ એક્ટિવ છે, જે પૈકી 6178 સ્ટેબલ છે. જ્યારે 61 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 17829 દર્દીઓને ડિસ્ચાર્જ મળી ચુક્યું છે. 1592 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 પછીના ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે.


દારૂ પીવાની ના પાડતા સસરાએ પુત્રવધુનું ગળુ રહેંસી નાખ્યું, 5 વર્ષનો બાળક નોધારો થયો


રાજ્યમાં નવા નોંધાયેલા કેસની જિલ્લા વાર વિગત અનુસાર માત્ર અમદાવાદમાં જ 317 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગર 11, ભરૂચમાં 9, જામનગરમાં 7, આણંદમાં 6, અરવલ્લીમાં 5, પાટણમાં 5, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, સાબરકાંઠામાં 2, પંચમહાલમાં 2, અમરેલીમાં 2, રાજકોટમાં, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા, મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે જ્યારે અન્ય રાજ્યનાં 2 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube