મહાનગરપાલિકાનાં પડઘા! રાજ્યના તમામ મહાનગરોની હદમાં વધારો કરવામાં આવ્યો

હાલમાં રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાર બાદ વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાની ચૂંટણીઓની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે તે અગાઉ જ સરકાર દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેતા ગુજરાતનાં તમામ શહેરોની હદ વિસ્તારોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરનાં હદ વિસ્તારમાં વધારો કરવામા આવ્યો છે.

મહાનગરપાલિકાનાં પડઘા! રાજ્યના તમામ મહાનગરોની હદમાં વધારો કરવામાં આવ્યો

રાજકોટ : હાલમાં રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાર બાદ વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાની ચૂંટણીઓની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે તે અગાઉ જ સરકાર દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેતા ગુજરાતનાં તમામ શહેરોની હદ વિસ્તારોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરનાં હદ વિસ્તારમાં વધારો કરવામા આવ્યો છે.

રાજ્યની તમામ મહાનગર પાલિકાઓની હદમાં વધારો કરતા સરકાર દ્વારા અમદાવાદ મહાનગર પાલિકામાં 1 નગરપાલિકાનો સમાવે કરવામાં આવ્યો છે આ ઉપરાંત 7 ગામોના કેટલાક વિસ્તાર (સર્વે)નો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 1 નગરપાલિકા અને 18 ગ્રામ પંચાયતોનું વિલિનિકરણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા મનપામાં 7 ગ્રામ પંચાયતોને વિલિન કરી દેવામાં આવી છે. સુરત મહાનગર પાલિકામાં 2 નગર પાલિકા અને 27 ગ્રામ પંચાયતોનું વિલિનિકરણ કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકામાં 4 ગ્રામ પંચાયત અને ભાવનગર મહાનગરપાલિકામાં 1 ગ્રામ પચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારે ચૂંટણી પહેલા સરકાર દ્વારા નગરપાલિકાઓનાં હદ વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. 

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં બોપલ અને ઘુમા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચિલોડા-નરોડા અને કઠવાડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઔડાનાં પણ અનેક વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનમાં પણ પેથાપુર નગરપાલિકા, કુડાસણ, રાયસણ, કોબા, રાઘે સરગાસણ, વાસડા, હડમતીયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નભોઇ અને રાંધેજા એમ કુલ 1 નગરપાલિકા અને 18 ગ્રામપંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

સુરત : સુરતમાં પણ સચીન અને કંસાડ નગરપાલિકાનો સુરતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સેગવા, સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા કોસાડ, પારડી કાંદે, તલંગપોર, ઉંબેર, ઉંબેર કાંદી ફળીયા, ભાટપોરા, ભાઠા, ઇચ્છાપોર, ભેસાંણ, આસાર્મા, અસાર્મા, ખટોદરા, વાલક, વેલંજા, અબ્રામા, ભાદા, કઠોર, ખડસદ, લસકાણા, સનીયાદેહ, પાસોદરા, કુંભારીયા અને સારોલી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકામાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માઘાપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં આઘેવાડા ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news