RAJKOT માં તપાસ કરી રહેલા RAW ના અધિકારીને પોલીસે ઝડપ્યા અને પછી સામે આવ્યું તેનાથી મચ્યો હડકંપ
* મહેનત વગર પૈસા કમાવવા અને લોકોને વાતોમાં લપેટીને
* પૈસા પડાવવા જતી અનેક ટોળકીઓ અત્યારે શિકારની
* શોધમાં ફરતી હોય છે. આવા જ એક ભેજાબાજની પોલીસે
* ધરપકડ કરી છે. આ ભેજાબાજ ઓડિશાનો IPS અને RAW એજન્ટ
* તરીકેની ઓળખ આપી લોકોને છેતરતો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ : પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સ લોકોને સરકારી કામ કરાવી આપવાની લાલચ આપી વાતોમાં ફસાવતો હતો અને પછી ખંખેરતો લાખો રૂપિયા. પોલીસને બાતમી મળી હતી કે, જસદણના વિંછિયા રોડ પર હોમગાર્ડની કચેરી પાસે એક વ્યક્તિ સાદા કપડામાં છે. લોકોને સરકારી અધિકારીની ઓળખ આપી રહ્યો છે અને લોકોને સરકારી કામ કરાવી આપવાની લાલચ આપી રહ્યો છે. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઉલટ તપાસ કરતા ભાંડો ફુટી ગયો હતો.
જસદણ પોલીસે આ શંકાસ્પદ શખ્સની તપાસ કરતાં તેની પોલ ખૂલી ગઈ અને તે ઓડિશાનો IPS ઓફિસર અને RAW એજન્ટ હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. તેનું નામ સંજય ઉર્ફે કુમાર પ્રભાસ પટેલ હોવાનું સામે આવ્યું છે. તે મૂળ અમદાવાદના ધંધુકાના ફેદરા ગામનો છે. રાજકોટના વિંછિયાના મોટા હડમતાળામાં રહેતો હતો. તે મોજમસ્તી માટે જલદી પૈસા કમાવવા છેતરપિંડીના રવાડે ચઢ્યો હોવાનું પોલીસ માની રહી છે.
પોલીસે આરોપીની તપાસ કરતા તેની પાસેથી એક ઓડિશાના આઈપીએસ ઓફિસરનું અને બીજુ દેશની ઉચ્ચ તપાસ એજન્સી RAWનું કાર્ડ મળી આવ્યું છે. નકલી આઈપીએસ અને RAW એજન્ટ બની કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, નકલી પોલીસ કોન્સ્ટેબલ અને PSI પકડાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જો કે નકલી આઇપીએસ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube