શહેરમાં લૂંટારૂઓ બેફામ, પોલીસ CCTV કબ્જે કરીને 1 મહીનાથી ફીફાખાંડે છે
શહેરમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે તસ્કરોએ વાપીના છીરી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી 15 તોલાથી વધુ સોનું અને 2 કીલોથી વધુ ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જોકે ચોકાવનારી વાત એ છે કે પગપાળા આવેલા તસ્કરો ચોરી કર્યા બાદ નજીકથી બે બાઈકોની પણ ચોરી કરી ફરાર થઈ ગયા છે. વાપીમાં વર્ષ 2020 ની શરૂઆતથી જ એક પછી એક ગંભીર ગુનાઓને અંજામ આપી તસ્કરો અને લુંટારાઓ બેફામ બની પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
વાપી: શહેરમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે તસ્કરોએ વાપીના છીરી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી 15 તોલાથી વધુ સોનું અને 2 કીલોથી વધુ ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જોકે ચોકાવનારી વાત એ છે કે પગપાળા આવેલા તસ્કરો ચોરી કર્યા બાદ નજીકથી બે બાઈકોની પણ ચોરી કરી ફરાર થઈ ગયા છે. વાપીમાં વર્ષ 2020 ની શરૂઆતથી જ એક પછી એક ગંભીર ગુનાઓને અંજામ આપી તસ્કરો અને લુંટારાઓ બેફામ બની પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
11 કરોડની ઓનલાઇન છેતરપિંડી મુદ્દે સાયબર ક્રાઇમે કરિયાણાનાં વેપારીને પકડ્યો !
વર્ષ 2020 ની શરૂઆત વલસાડ જિલ્લા પોલીસ માટે પનોતી રૂપ સાબિત થઇ રહી છે. કારણ કે નવા વર્ષની શરૂઆતથી જ જિલ્લામાં એક પછી એક મોટી ગંભીર ગુનાઓ બની રહ્યા છે. જોકે હજુ સુધી કરોડો અને લાખોની મોટી લૂંટના ગુનાઓના ભેદ પોલીસ ઉકેલી શકી નથી. ત્યાં ફરી એક વખત તસ્કરોએ વાપીમાં તરખાટ મચાવ્યો છે. આ વખતે વાપીના છીરી વિસ્તારમાં આવેલી મોનાલી જ્વેલર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મોડી રાત્રે બુકાની બાંધી 5 જેટલા તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાંથી અંદાજે 15 તોલાથી વધુ સોનું અને 2 કીલોથી વધુ ચાંદી અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી આમાં કેદ થઈ ગઈ છે. આ મામલે દુકાન માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી તસ્કરોને ઝડપવા માંગ કરી છે.
એમ.એસ યુનિવર્સિટી JNU બનવાનાં માર્ગે? CAAનો વિરોધ ચાલુ થતા ABVP લાલઘુમ
છીરીના મોનાલી જ્વેલર્સમાં થયેલી આ સનસનીખેજ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. સીસીટીવી કેમેરામાં દેખાતા દૃશ્ય મુજબ પાંચ જેટલા તસ્કરો મોડી રાત્રે પગપાળા અહીં પહોંચ્યા હતા. જો કે દુકાનના શટર અને દુકાનના દરવાજા બહારની લોખંડની જાળી પણ હતી. તસ્કરો આરામથી દુકાનમાં રહેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મહત્વપૂર્ણ છે કે ચોરી કરવા આવેલા તસ્કરો પગપાળા આવ્યા હતા. પરંતુ ચોરી કર્યા બાદ અહીંથી ફરાર થવા દુકાનની નજીકથી બે બાઈકોની પણ ચોરી કરી હતી. ચોરેલા બાઇકો પર જ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલામાં દુકાન અને આસપાસ ના વિસ્તાર ના સીસીટીવી ફૂટેજ લઈ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
દિલ્હીની ચૂંટણી બાદ તમામ પદાધિકારીઓની વરણી કરવામાં આવશે: ભરતસિંહ પરમાર
વર્ષ 2020 ની શરૂઆતથી જ વલસાડ જિલ્લામાં ચોર અને લૂંટારૂઓ તરખાટ મચાવી રહ્યા છે. એક પછી એક ગંભીર ગુનાઓને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં બેફામ બની રહેલા તસ્કર અને લૂંટારૂઓને ઝડપવા હજુ સુધી વાપી પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. અગાઉની ઘટનાઓમાં પણ પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ આવ્યા હતા. જેના આધારે તપાસ કરી રહી છે, જોકે તેમ છતાં હજુ સુધી મોટા ગુનાઓના ભેદ ઉકેલાયા નથી. આ મામલામાં પણ પોલીસના હાથમાં સીસીટીવી લાગ્યા છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં સમગ્ર જિલ્લાની પોલીસને હંફાવનાર આ તસ્કર અને લૂંટારુ ટોળકી ઓ પોલીસના હાથે ક્યારે લાગે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube