એમ.એસ યુનિવર્સિટી JNU બનવાનાં માર્ગે? CAAનો વિરોધ ચાલુ થતા ABVP લાલઘુમ
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: એમ.એસ.યુનિવર્સીટી માં આવેલી ફાઇનઆર્ટસ ફેકલ્ટી ફરી એકવાર વિવાદ માં આવી છે.સ્ટુડન્ટ ડિન દ્વારા CAA નો વિરોધ કરાતા વિદ્યાર્થી સંગઠન તેમની સામે લડી લેવાના મૂડમાં છે. એમ એસ યુનિવર્સીટીમાં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટી અવાર નવાર વિવાદ ઉભા કરવા માટે પ્રચલિત છે, ત્યારે આ ફેકલ્ટીના સ્ટુડન્ટ ડિન પણ વિવાદમાં સપડાયા છે. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ફરજ બજાવતા સ્ટુડન્ટ ડિન પ્રોફેસર ઇન્દ્રપ્રમિતએ દિલ્લી ખાતે જઈ શાહિનબાગમાં ચાલી રહેલા caa વિરોધને સમર્થન આપતા ભારે વિવાદ સર્જાયો છે.
જેના કારણે એ.બી.વી.પી લાલઘૂમ થયું છે. આજે એ.બી.વી.પી ના કાર્યકર્તાઓ બેનરો પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં યુનિવર્સીટી હેડ ઓફીસ ખાતે આવી પોહચ્યા હતા. કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરી શાહિનબાગ ખાતે જઈ caaના વિરોધના આંદોલનમાં જોડાઈને વિવાદ ઉભો કરનાર સ્ટુડન્ટ ડિનને તાત્કાલિક ધોરણે ફરજ પરથી સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. જો આમ નહીં કરવામાં આવે તો આવનાર દિવસો માં એ.બી.વી.પી.દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે