મૌલિક ધામેચા/અમદાવાદ : શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ લૂંટારુઓએ લાખ્ખો રૂપિયાની લુંટને અંજામ આપ્યો. જો કે પોલીસને જાણ કરતા જ પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પાડ્યા હતા. જોકે આ લુંટ કેસમાં મુખ્ય આરોપી બીજું કોઈ નહિ પરંતુ કંપનીનો જ સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો હતો. તાજેતરમાં જ અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા પાન મસાલાની ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસસે  કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત છ આરોપીઓને ઝડપી ધાડમાં લૂંટાયેલી તમામ રોકડ કબ્જે કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 675 કોરોના દર્દી, 851 સાજા થયા, 05નાં મોત


આ ધાડનું ષડ્યંત્ર રચનાર બીજું કોઈ નહીં પણ ચાગોદરની કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ હતો. સિક્યુરિટી ગાર્ડ એ 7 તારીખે પગાર માટે રૂપિયા લઈને કંપનીથી બહાર એક માણસ જતો હોવાની બાતમી આપી હતી. આજ બાતમીના આધારે પાન મસાલાની ફેકટરીમાં કામ કરતા સંદીપ યાદવ રાત્રે આઠ વાગે મજૂરો ચૂકવવાના પૈસા લઈને સનોજ કુમાર નામના કર્મચારી સાથે નિકળ્યો હતો. બંન્ને બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો તે સમયે તેની જ કંપનીમાં સિક્યુરિટીમાં કામ કરતા બાબુભાઈએ  તેમના ભાઈ હરદેવને જાણ કરી  હતી. જેથી હરદેવ તેના સાથે અન્ય ચાર લૂંટારુઓ લઈને સનોજના માથાના ભાગે છરી મારીને સંદિપ પાસે રહેલા રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે થેલામાં 44 લાખ 50 હજારની રોકડ રકમ ભરેલી હતી.


ભાવનગરને યંગેસ્ટ IPS તો મળ્યા પણ લોકોને ન્યાય ક્યારે મળશે? વિદેશી યુવતી પોલીસ તંત્રથી પરેશાન થઇ ફરિયાદ માટે ગાંધીનગર પહોંચી


આ ઘટના અંગે સંદિપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમોએ જુદી જુદી ચારેય બાજુ નાકાબંધી ગોઠવી દીધી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ જીલ્લો છોડી ભાગે તે પહેલા જ ઝડપી લીધા હતા. હાલમાં પોલીસે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર, તેના ભાઈ હરદેવ પરમાર, નરેન્દ્ર વાણિયા, ભાવેશ ભરવાડ, રાકેશ મેર, અને સુરેશ રાઠોડની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube