જુનાગઢ : વિસાવદરમાં વર્ષો જૂનું જર્જરિત મકાનની છત ગઇકાલે બુધવારે રાત્રે ધરાશાયી થતા માતા પુત્રનું ઘટના સ્થળે કાટમાળમાં દબાઇ જવાનાં કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે છત ધરાશાયી થતા આસપાસમાંથી લોકો એકત્ર થયા હતા અને દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે માતા પુત્ર બંન્નેના મોત નિપજ્યા હતા. ગત્ત રાત્રે વિસાવદરના રેલવે સ્ટેશન નજીક આવેલા જીવાજીના ડેલામાં રહેલા દિનેશભાઇ મકવાણાના કાચા મકાનની છત અચાનક પડી ગઇ હતી. જેથી ગરમાં રહેલા દીવ્ય દિનેશ મકવાણા (ઉં.વ 11) અને તેની માતા રીનાબેન દિનેશભાઇ મકવાણાનું કાટમાળમાં દબાઇ જવાનાં કારણે મોત નિપજ્યું હતું. જ્યારે દિનેશભાઇ અને મોટા પુત્ર દિપેશને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂ અંગેનાં CM ના નિવેદન બાદ કોંગ્રેસ ધુંવાપુંવા, બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી

108ને આ મુદ્દે ફોન કરવામાં આવતા એક કાચુ મકાન ધરાશાયી થયું છે. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં ગામલોકોએ કાટમાળના ખસેડતા દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળ પર દિનેશભાઇ મકવાણા અને તેના મોટા પુત્રને માથાના તેમના પગના ભાગે ઇજા પહોંચતા બંન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે કાટમાળમાં અન્ય બે મૃતદેહો મળી આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube