દારૂ અંગેનાં CM ના નિવેદન બાદ કોંગ્રેસ ધુંવાપુંવા, બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અબડાસા ખાતે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત પ્રથમ જાહેરને સંબોધન કર્યું હતું. કોરોના મહામારીના કાળમાં ભાજપના કાર્યકર્તાઓ અને સરકાર જનતાની સેવામાં ખડેપગે હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોજયપુરના રિસોર્ટમાં દારૂ પીને ત્યાંના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતા. અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતા. ત્યારે તમે જયપુરમાં કેમ ગયા હતા એવો તમે કોંગ્રેસના ધારાસભ્યો પાસે જવાબ માંગજો. મુખ્યમંત્રીના નિવેદનનો આ વીડિયો ભાજપનાં અધિકારીક ફેસબુક પર મુક્યો છે. 
દારૂ અંગેનાં CM ના નિવેદન બાદ કોંગ્રેસ ધુંવાપુંવા, બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અબડાસા ખાતે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત પ્રથમ જાહેરને સંબોધન કર્યું હતું. કોરોના મહામારીના કાળમાં ભાજપના કાર્યકર્તાઓ અને સરકાર જનતાની સેવામાં ખડેપગે હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોજયપુરના રિસોર્ટમાં દારૂ પીને ત્યાંના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતા. અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતા. ત્યારે તમે જયપુરમાં કેમ ગયા હતા એવો તમે કોંગ્રેસના ધારાસભ્યો પાસે જવાબ માંગજો. મુખ્યમંત્રીના નિવેદનનો આ વીડિયો ભાજપનાં અધિકારીક ફેસબુક પર મુક્યો છે. 

મુખ્યમંત્રીએ મુસ્લિમોની લાગણી દુભાવી છે: ખેડાવાલા
જો કે આનો જવાબ આપતા કોંગ્રેસનાં અનેક નેતાઓ આવ્યા હતા. આ અંગે ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી આવા નિવેદન અંગે માફી માંગે. જાહેરસભામાં મુખ્યમંત્રીએ બે જવાબદારીભર્યા નિવેદનો કરે છે. હું ઇસ્લામ ધર્મ પાળુ છું. ઇસ્લામમાં દારૂ પીવાનું હરામ છે. મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં જે વાણીવિલાસ કર્યો છે તેના પુરાવા આપે. આ શબ્દોથી ઇસ્લામના અમારા સમાજના લોકોની લાગણી દુભાઇ છે. મુખ્યમંત્રી જાહેર માફી માંગે. ભાજપ દ્વારા જે ધારાસભ્યોને ખોળે બેસાડાયા છે તે પૈકીનાં 5 ધારાસભ્યો પણ ત્યાં હાજર હતા. જો કે તેઓ ભાજપમાં જોડાયા એટલે હવે શુદ્ધ થઇ ચુક્યા છે. 

પોતાનો પરાજય જોઇ ચુકેલા મુખ્યમંત્રી બેબાકળા બન્યા છે: ખેડાવાલા
પોતાનો પરાજય જોઇ ચુકેલા મુખ્યમંત્રી પણ બેબાકળા બન્યા છે. આઠ બેઠકોનાં પરિણામ પર જ મુખ્યમંત્રીનું પોતાનું ભવિષ્ય ટકેલું છે. માટે તેઓ હવે બેફામ વાણીવિલાસ પર ઉતરી આવ્યા છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદો દારૂની મહેફીલ માણતા ઝડપાયા છે. મુખ્યમંત્રીનું આ નિવેદન ગેરવ્યાજબી છે. જો તેમનું નિવેદન સાચું હોય તો તેઓ તસ્વીર કે અન્ય કોઇ પણ પુરાવો રજુ કરે. આ પ્રકારનાં નિવેદનો એક મુખ્યમંત્રી સ્તરનાં વ્યક્તિને શોભતા નથી. મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ ભાજપના પછી પહેલા સમગ્ર રાજ્યનાં મુખ્યમંત્રી છે. 

મુખ્યમંત્રીને ભાઉનો ડર લાગી રહ્યો છે માટે દોડાદોડી કરી રહ્યા છે: હાર્દિક
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પેટાચૂંટણીમાં અબડાસા બેઠક ખાતે પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીના આરોપો પર હાર્દિકનો વળતો પ્રહાર. કોંગ્રેસના કાર્યકરો પ્રજા વચ્ચે જ રહ્યા છે અને લોકોને જરૂરી તમામ મદદ કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીને પોતાને ડર લાગી રહ્યો છે એટલે તમામ 8 બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રીને ભાઉનો ડર લાગી રહ્યો છે એટલે દોડી રહ્યા છે. કોંગ્રેસનું નેતૃત્વ એક છે અને તમામ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસે લોકડાઉનમાં શ્રમિકોને પોતાના ઘરે પહોંચાડવાનું કામ કર્યું. કોંગ્રેસના નેતાઓ કાર્યકરો પ્રજા વચ્ચે રહ્યા જેના કારણે કેટલાકે જીવ પણ ગુમાવ્યા. દારૂની વાત મુખ્યમંત્રીને શોભતી નથી. રાજસ્થાન જવાની જરૂર નથી, ગુજરાતમાં જ કેટલો. દારૂ મળે છે એ બધાને ખબર છે. તમે ગુજરાતના મુખ્યમંત્રી છો, ગુજરાતની વાત કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news