સમગ્ર ગુજરાતમાં આ અફવા ફેલાઇ અને મોડી રાતથી શિવમંદીરોની બહાર લાંબી લાંબી લાઇનો લાગી
એક ખ્યાતનામ પંક્તિ છે કે, શ્રદ્ધાની જ્યાં વાત હોય ત્યાં પુરાવાની જરૂર નથી. કંઇક આવી જ ઘટના હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગણપતિ દાદાની મુર્તિ દુધ પીતી હોવાની વાત ફેલાતા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ વાત ફેલાઇ ગઇ હતી. તેને થોડો સમય થયો ત્યાં હવે ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં શિવજીનો નંદી દુધ પીતો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોનાં ટોળેટોલા એકત્ર થયા હતા. પ્રાથમિક તબક્કે આ વાત સુરતમાં ફેલાઇ હતી. ત્યાર બાદ જોતજોતામાં સમગ્ર ગુજરાતમાં આ વાત ફેલાઇ ગઇ હતી.
અમદાવાદ : એક ખ્યાતનામ પંક્તિ છે કે, શ્રદ્ધાની જ્યાં વાત હોય ત્યાં પુરાવાની જરૂર નથી. કંઇક આવી જ ઘટના હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગણપતિ દાદાની મુર્તિ દુધ પીતી હોવાની વાત ફેલાતા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ વાત ફેલાઇ ગઇ હતી. તેને થોડો સમય થયો ત્યાં હવે ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં શિવજીનો નંદી દુધ પીતો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોનાં ટોળેટોલા એકત્ર થયા હતા. પ્રાથમિક તબક્કે આ વાત સુરતમાં ફેલાઇ હતી. ત્યાર બાદ જોતજોતામાં સમગ્ર ગુજરાતમાં આ વાત ફેલાઇ ગઇ હતી.
ઇડરની પાંજરાપોળમાં અચાનક પશુઓ ઉભાઉભા થથરવા લાગ્યા અને પછી ટપોટપ મરવા લાગ્યા
ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાંથી હાલ એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં મહાદેવ તથા તેમના નંદી પાણી અને દુધ પી રહ્યા હોય. જો કે આ વાતનું સમર્થન ZEE 24 Kalak નથી કરતુ પરંતુ હાલ આ વીડિયો વાયરલ ખુબ જ થઇ રહ્યા છે. તો બીજી તરફ શિવમંદિરોની બહાર પણ મોડી સાંજથી લોકોની લાંબી લાંબી લાઇનો લાગી ચુકી છે. બધા જ એવું ઇચ્છે છે કે ભગવાન મહાદેવ તથા તેમના નંદીને તેઓ દુધ અથવા પાણી પીવડાવે અને તેમની કૃપાદ્રષ્ટી પ્રાપ્ત કરે.
વિશ્વમા જવલ્લે જ જોવા મળતી બિમારીથી પીડાતા હતા બાળકો, વડોદરાની હોસ્પિટલે આપ્યું નવજીવન
સુરતનાં તમામ શિવાલયોની બહાર ભીડ જોવા મળી રહી છે. તો આવી જ સ્થિતિ બાયડના સાઠંબામાં સર્જાઇ છે. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. રાજકોટ,અરવલ્લી, ભાવનગર, જામનગર સહિતનાં ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં ખ્યાતનામ શિવમંદિરોની બહાર લાંબી લાંબી લાઇનો લાગી હતી. દરેક તબક્કે ધંધો શોધી લેનારા ગુજરાતીઓએ પણ મંદિરોની બહાર પાણી અને દુધની વેચવા માટે બહાર રેકડીઓ લઇને ઉભા રહી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube