વિશ્વમા જવલ્લે જ જોવા મળતી બિમારીથી પીડાતા હતા બાળકો, વડોદરાની હોસ્પિટલે આપ્યું નવજીવન
શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં મોયા મોયા નામક બીમારીથી બે બાળકો પીડાઈ રહ્યા હતા. જેની સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી કરીને બંને બાળકોને મયા મયા નામક બીમારીથી બચાવ્યા હતા. મધ્ય ગુજરાતને સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં મોરીયા નામક બીમારીથી બે બાળકો રહ્યા હતા, ત્યારે એસએસજી હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા EDAS ની જટિલ સર્જરી કરી બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.
Trending Photos
વડોદરા : શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં મોયા મોયા નામક બીમારીથી બે બાળકો પીડાઈ રહ્યા હતા. જેની સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી કરીને બંને બાળકોને મયા મયા નામક બીમારીથી બચાવ્યા હતા. મધ્ય ગુજરાતને સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં મોરીયા નામક બીમારીથી બે બાળકો રહ્યા હતા, ત્યારે એસએસજી હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા EDAS ની જટિલ સર્જરી કરી બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.
વધુ વાત કરવામાં આવે તો મોયા મોયા નામક બીમારી છે તે બાળકના મગજમાં રહેતી નસોને બ્લોક કરે છે તેમજ તે નસોમાં વહેતા લોહીનું પરિભ્રમણને અટકાવી દે છે. જ્યારે બાળકને લોહી બ્લોક થવાથી વારંવાર ખેંચ પણ આવતી હોય છે. જટિલ નિદાન ન કરવાથી બાળકને પેરાલિસિસનો અસર પણ થઈ શકે છે. ત્યારે આ બીમારીની સર્જરીનો ખર્ચ પાંચથી આઠ લાખ સુધીનો હોય છે. મધ્યમ વર્ગના લોકો આટલો મોટો ખર્ચ નથી ભોગવી શકતા ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલમાં આ રોગનું નિદાન ફ્રીમાં કરવામાં આવે છે તેમજ આ પ્રકારના રોગથી પીડાતા બંને બાળકોનું ન્યુરો સર્જન દ્વારા તેની સર્જરી કરીને રોગનુ નિદાન કરવામાં આવ્યા હતું.
આ પ્રકારની બીમારીઓ પાંચથી દસ વર્ષના બાળકોમાં જોવા મળતી હોય છે. તે ઉપરાંત 30થી 35 વર્ષ ના વ્યક્તિઓમાં પણ જોવા મળતી હોય છે. આ બીમારીથી બાળકને મગજના ભાગે મોટું નુકસાન પણ થઈ શકે છે તેમજ જોવા બીમારીની સારવાર કરવામાં ન આવે તો બાળકનું મૃત્યુ પણ થઇ શકે છે. તેથી તમામ વિનંતી છે કે આવા પ્રકારની બીમારી ને લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
બાળકને આ પ્રકારનો રોગ છે તેનાથી અમે અજાણ હતા પણ અનેકવાર બાળકના ખેંચ આવતી હતી. ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે પછી ખબર પડી ગઈ બાળકને મોયા મોયાં નામક બીમારીની અસર છે. તેના નિદાન માટે સર્જરી કરવી પડે તેમ છે ત્યારે એ સર્જરી નો ખર્ચ ૫ થી ૮ લાખનો સુધીનો થઈ શકે છે. તે ખર્ચો તમે ભોગવી શકે તેમ નથી ક્યારે એસએસજી હોસ્પિટલમાં તે રોગના નિદાન માટે બાળકને લાવવામાં આવ્યો હતો. જટિલ સર્જરી કરીને ન્યુરોસર્જન તબીબ દ્વારા આ જટિલ સર્જરી ફ્રીમાં કરવામાં આવે અને અમારા બાળકને બચાવી લેવામાં આવ્યો જેથી એસએસજી હોસ્પિટલના તમામ તબિયતનો અમે આભાર માનીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે