જાફરાબાદ: ખલાસીઓનો 2 મહિનાનો પગાર કપાતા તોફાન, 8 ટિયરગેસનાં શેલ છોડાયા
ગુજરાતમાં લોકડાઉનમાં સરકાર દ્વારા આંશિક છુટછાટ આપવામાં આવી છે. જેના પગલે સમગ્ર ગુજરાતમા ધંધા ઉદ્યોગ ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે. જો કે બે મહિનાથી બાકી પગાર ચુકવવામાં આનાકાની કરી રહ્યા છે જેના કારણે કેટલાક શ્રમજીવીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના જાફરાબાદમાં બની હતી.
અમરેલી : ગુજરાતમાં લોકડાઉનમાં સરકાર દ્વારા આંશિક છુટછાટ આપવામાં આવી છે. જેના પગલે સમગ્ર ગુજરાતમા ધંધા ઉદ્યોગ ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે. જો કે બે મહિનાથી બાકી પગાર ચુકવવામાં આનાકાની કરી રહ્યા છે જેના કારણે કેટલાક શ્રમજીવીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના જાફરાબાદમાં બની હતી.
પાવાગઢમાં ઘર કંકાસથી કંટાળીને સગી જનેતાએ પોતાનાં 2 બાળકોની હત્યા કરી
જાફરાબાદમાં ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા ખલાસીઓનાં 2 મહિનાના પગાર કાપી લેતા ખલાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે વિરોધ એટલો ઉગ્ર બન્યો કે ટોળા સ્વરૂપે આગેવાનનાં ઘર સુધી પહોંચ્યો હતો. વિરોધને ઉગ્ર થતો જોઇ પેલોસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો. જો કે ટોળુ બેકાબું બનતા પોલીસે ટિયરગેસનાં શેલ છોડવાની ફરજ પડી હતી.
ઘટના અંગેની જાણ થતા અમરેલી એસપી નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત એલસીબી, એસઓજી સહિત કોસ્ટલ પોલીસને પણ જાફરાવાદ બોલાવવી પડી હતી. પોલીસે સ્થિતીને કાબુમાં લેવા માટે 8થી વધારે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. પોલીસે સમગ્ર જાફરાબાદને કટ્રોલમાં લઇને ટોળાને વિખેર્યું હતું. હાલ પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર