અમદાવાદ : ગુજરાત સરકાર પોતાની યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ખુબ જ જાણીતી છે. ખાસ કરીને તે પોતાની દરેક યોજના દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે સ્તર સુધી પહોંચાડવા માટે ખ્યાતનામ છે. જો કે નવી જાહેર કરાયેલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પ્રચાર પ્રસાર કરવા માટેના મંત્રીઓ અને બોર્ડ નિગમનાં ચેરમેનોઁ પ્રચાર કરશે. ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી તમામ મંત્રીઓ જિલ્લાઓમાં જઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કરશે પ્રચાર કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તમામ મંત્રીઓ અને બોર્ડ નિગમના ચેરમેનને સુચના આપી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત કોવિડ સેન્ટરમાં દર્દીઓએ કર્યાં ગરબા, મન હળવુ થયું તો કોરોનાનો ડર થયો દૂર....


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ ઉપરાંત  બોર્ડ નિગમના ચેરમેનને પણ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. રાજયમાં સતત ત્રણ દિવસ સુધી તમામ મંત્રીઓ અને ચેરમેનો નક્કી થયેલ ક્લસ્ટર મુજબ કાર્યક્રમો કરી મુખ્યમંત્રી સહાય યોજના સંદર્ભે માહિતી આપવા માટે અલગ અલગ જિલ્લાઓની મુલાકાત કરશે. ક્લસ્ટર મુજબ જિલ્લા કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે. તમામ ખેડૂત સુધી યોજના અંગે માહિતી મળે તે પ્રકારે પ્રચાર પ્રસાર અને કાર્યક્રમો રાખવા માટે જણાવવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર