ગાંધીનગર : અરબી સમુદ્રમાં હળવું દબાણ ઉભું થતા દરિયાઇ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે, ત્યારે રાજ્યના દરિયાઇ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. જ્યારે રાજ્યના એક બંદરો પર સતર્કતાના ભાગ રૂપે વિવિધ એલર્ટ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો નહી ખેડવા માટે સુચન કરવામાં આવ્યા છે. દરિયામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આ વાતાવરણ છેલ્લા 4 દિવસ કોઇ પરિવર્તન આવે તેવી શક્યતા નથી. વાતાવરણમાં ક્યારે પણ પલટો આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 475 કેસ, 248 દર્દી સાજા થયા એક પણ મોત નહી


હવામાન વિભાગના અનુસાર ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી શકે છે. વહીવટી તંત્ર કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. એનડીઆરએફ સહિત રાજ્યનાં તમામ વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યાં ભારે વરસાદની આગાહી છે તેવા જિલ્લાઓમાં NDRF ની ટીમને સ્ટેન્ડ બાય પર રખાઇ છે અને વહીવટી તંત્રના તમામ સ્ટાફની રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. તમામને કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવાના આદેશો અપાયા છે. સ્ટેટ કંટ્રોલરૂમ અને જિલ્લાનાં અન્ય કંટ્રોલ રૂમ્સ પણ એક્ટિવ થઇ ચુક્યાં છે. 


LRD ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર, તમારો નંબર આવ્યો કે નહી જોવા કરો ક્લિક...


હવામાન વિભાગ દ્વારા ગીરસોમનાથ, દીવ દમણ અને દાદરાનગર હવેલી અને વલસાડ સહિતના વિસ્તારોમાં દરિયા કિનારામાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આ તમામ જિલ્લાનાં દરિયા કિનારાઓ પર પ્રવાસન સ્થળ હોય તેવા તમામ કિનારાઓ પરથી પ્રવાસીઓને દુર રાખવા માટે સુચના અપાઇ છે. ભાવનગર શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અનેક ગામોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ બગડ ડેમ પણ એક જ દિવસમાં ઓવરફ્લો થઇ ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube