LRD ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર, તમારો નંબર આવ્યો કે નહી જોવા કરો ક્લિક...
Trending Photos
ગાંધીનગર : લોકરક્ષક દળની ભરતીની બહુપ્રતિક્ષિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઇ ચુક્યું છે. ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે જોડાયેલું આ પરિણામ આખરે જાહેર થઇ ચુક્યું છે. પેપર ફુટવાની ઘટનાઓ અને યુવાનોમાં અસંતોષને ખાળવા માટે હસમુખ પટેલ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે કેટલાક તત્વો દ્વારા તેમ છતા પણ પેપર ફોડવાના પ્રયાસો કરાયા હતા. જો કે આખરે અનેક સવાલો છતા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું.
ગુજરાતમાં LRD ના જાહેર થયેલા પરિણામ અનુસાર જનરલ કેટેગરીનું કટઓફ 80.300 એ અટક્યું હતું આટલા માર્ક ધરાવતા 7216 ઉમેદવારોની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જ પ્રકારે EWS નું 70.705 માર્કે મેરિટ અટક્યું જે હેઠલ 1807 ઉમેદવાર, SEBC 74.610 એ જેના હેઠલ 4260 ઉમેદવાર, SC નું 70.195 એ જેના હેઠળ 1156 ઉમેદવાર, ST નું 58.585 એ જેના હેઠલ 2542 ઉમેદવારો આગળની પ્રક્રિયા માટે પસંદ થયા છે.
બીજી તરફ મહિલા ઉમેદવારોમાં જનરલ કેટેગરીનું કટ ઓફ 66.725 એ અટક્યું જેના હેઠળ 1750 મહિલા, EWS નું 50.035 એ જેના હેઠળ 358 મહિલા, SEBC નું 61.350 એ જેના હેઠલ 911 મહિલા SC નું 59.470 એ 262 મહિલા, ST નું 50.035 એ જેના 467 મહિલાઓની આગળની પ્રક્રિયા માટે પસંદગી થઇ હતી.
માજી સૈનિકોના મેરિટમાં જનરલ 65.235 એ જેના હેઠળ 50, EWS નું 66.900 એ જેના હેઠળ , SEBC નું 59.800 એ જેના હેઠળ 44 નું SC નું 56.820 જેના હેઠળ 09, ST નું 62.175 જેના હેઠળ 01 ઉમેદવારની પસંદગી આગળની પ્રક્રિયા માટે થઇ હતી.
LRD ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર, તમારો નંબર આવ્યો કે નહી જોવા કરો ક્લિક...
લોકરક્ષક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કેટેગરી વાઇઝ કટ ઓફ. pic.twitter.com/66LgTTbSyc
— Hasmukh Patel (@Hasmukhpatelips) June 28, 2022
લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે પરંતુ તે કેટેગરી વાઇઝ મુકવામાં આવેલ છે જેથી ઉમેદવાર જોઈ શકે કે પોતાની પસંદગી કેમ થયેલ છે કે કેમ થયેલ નથી.
— Hasmukh Patel (@Hasmukhpatelips) June 28, 2022
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે