અમદાવાદ : અમદાવાદમાં લોકડાઉન વચ્ચે ચિત્ર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે.માતા પુત્ર, પિતા પુત્ર અને પતિ પત્નીનાં અલગ અલગ કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકોની મન:સ્થિતી સતત કથળતી રહી છે. જે ખુબ જ ચિંતાજનક છે. આવા જ એક કિસ્સામાં પુત્રએ ઘરના ઝગડામાં પિતાને ઢોર મારમારીને ઇજાગ્રસ્ત કર્યા હતા. દીકરાએ પિતાને ઢોર માર માર્યો હતો અને ધમકી પણ આપી હતી કે જો વચ્ચે પડશો તો ટાંટિટા ભાંગી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડભોઇ: વઢવાણા તળાવ સાવ સૂકાઈ જતા 27 ગામના ખેડૂતો ચિંતાતુર, સરકાર પાસે કરી આ માગણી

અમદાવાદનાં ધનાઢ્ય ગણાતા સેટેલાઇટની ઘટના સામે આવી છે. જેમાં પુત્રએ સામાન્ય બાબતે પોતાનાં પિતા પર હુમલો કર્યો હતો. પિતાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાનો વારો આવ્યો છે. માર માર્યા બાદ આરોપી પુત્રએ પિતાને ધમકી આપી કે, અમારા ઝગડામાં વચ્ચે આવીશ તો હવે ટાંટિયા ભાંગી જશે. 


સરકારનો ઘટસ્ફોટ 70 ટકા લોકોને કોરોનાની શક્યતા, અધિકારીઓએ પત્રકાર પરિષદો બંધ કરી

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પુત્ર પોતાની પત્ની સાથે ઝગડી રહ્યો હતો. જો કે અચાનક તેણે હાથ ઉપાડતા પિતા વચ્ચે પડ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા પુત્રએ પોતાનાં પિતાને ઇંટો વડો ઢોર માર માર્યો હતો. જો કે પિતાએ પોલીસ ફરિયાદ કરતા હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube