હિતલ પારેખ, ગાંધીનગરઃ રાજય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પધ્ધતિથી ભરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક કરવાનો નિર્ણય કરેલ છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત-ગમતમાં ૨સ રૂચિ વધે તેમજ ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય કરવામાં આવેલ છે. આ બંને યોજનાઓની મહત્વની બાબતો ની મુજબ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્ઞાન સહાયક
• રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન ૨સ્કુલ્સ ઓફ એકાલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જ્ગ્યા ઉપર કરાર આધારિત ‘જ્ઞાન સહાયક મૂકવા માટે નિર્ણય કરવામાં આવેલ છે.


આ પણ વાંચોઃ એસ જયશંકર છે આટલા કરોડની સંપત્તિના માલિક, જાણી લો કેટલી છે કાર અને કેટલા છે મકાન


• આ માટે પ્રાથમિક શાળાઓમાં ૧૫૦૦૦ અને માર્થામક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે ૧૧૫૦ જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણુંક કરવામાં આવશે. • કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને રૂ. ૨૧,૦૦૦/- માધ્યમિક વિભાગ માટે ૨૪,000 અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે રૂપિયા ૨૬,000/- ઉચક માનદ વેતન આપવામાં આવશે.


• જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણુંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે TAT (ચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે.


અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રાસ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન(online) કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવાર જ્ઞાત શાયકની યાદી તૈયાર કરી સંબંધિત જિલ્લાના અધિકારીઓને મોક્લી આપવામાં આવશે.


ખેલ સહાયક


• રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘ખેલ અભિરૂચિ કસોટી(SAT)'માં ઉતિર્ણ થયેલા પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજે ૫૦૭૫ ખેલ સહાયકની કરાર આધારિત નિમણુંક કરવામાં આવશે.


આ પણ વાંચોઃ ગુજરાતને ઝટકો : 1.5 લાખ કરોડના સેમી કન્ડક્ટર પ્રોજેક્ટનું ભવિષ્ય અદ્ધરતાલ


• કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને રૂ.૨૧,૦૦૦/- ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.


- અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં/શાળાઓમાં ‘ખેલ સહાયક’ તરીકે કામગીરી કરવા ઇચ્છે છે તેની પસંદગી ઓનલાઇન(online) કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ ખેલ સહાયકની યાદી તૈયાર કરી સંબધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.


• આ બન્ને કરાર આધારિત નિમણૂંક માટે પ્રાથમિક વિભાગમાં શાળા વ્યવસ્થાપન સમિતિ મારફતે તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે શાળા સંચાલક મંડળ/શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ દ્વારા કરાર કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube