અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 5 દિવસમાં સામાન્ય વરસાદ રહી શકે છે. જે 17 થી 20 જૂન  સુધી હળવા વરસાદની આગાહી હવામાને આપી છે એટલે કે હવે ગરમીને લઈને હવે શહેરીજનો એ ઉકળાટ સહન કરવાનો વારો આવી શકે છે. તો અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો 21 જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, નવસારી, દાદરાનાગર હવેલી, વલસાડ સુરત, ગીર સોમનાથ, અમરેલી,  રાજકોટ, સુરેન્દ્રનગર સહીત ભારે પવન સાથે  વરસાદ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં 5 દિવસ વાતાવરણ  વાદળછાયું રહેવાનું હવામાને જણાવ્યું છે.


અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી : ગૃહરાજ્યમંત્રી


ભાવનગરમાં એક ઇંચ વરસાદ
જો આજે સવારથી સમગ્ર રાજ્યમાં વરસાદની વાત કરીએ તો ભાવનગરમાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સુરતના ચોર્યાસીમાં 22 મીમી, તાપીના નિઝારમાં 17 મીમી, અમરેલીના રાજુલામાં 12, સુરતના માંગરોળમાં 12 મીમી વરસાદ નોંધાયો છે. તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર