Gujarat Diamond: મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ સુરત ડાયમંડ બોર્સ (SDB)ના પ્રારંભ સાથે ગુજરાત હીરાના વ્યવસાયમાં જબરદસ્ત ઉંચી છલાંગ લગાવશે. રાજ્ય સરકાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે સુરત ડાયમંડ બોર્સમાંથી ગુજરાતનો હીરાનો કારોબાર રૂ.2 લાખ કરોડ સુધી પહોંચશે તેવો અંદાજ બહાર આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 4200 હીરા ઉદ્યોગકારો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલ ડાયમંડ બોર્સ પણ પ્રદર્શિત કરવામાં આવશે. વિશ્વના 10 રફ હીરામાંથી ગુજરાતમાં લગભગ આઠ લાખ કામદારો દ્વારા 8 હીરા પ્રોસેસ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.5 લાખ લોકોને રોજગારી
રાજ્યની અર્થવ્યવસ્થામાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો છે. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને નવા વિશાળ ‘સુરત ડાયમંડ બોર્સ’ સંકુલ સાથે આમાં વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, નવા સુરત ડાયમંડ બોર્સ સંકુલ સાથે, રાજ્યના હીરા ક્ષેત્રનું યોગદાન વધુ વધશે કારણ કે ટર્નઓવર વાર્ષિક રૂ. 2 લાખ કરોડ થવાનો અંદાજ છે. આ સિવાય આ  ઉદ્યોગ અન્ય 1.5 લાખ લોકોને રોજગારી પ્રદાન કરવા અને જેમ્સ અને જ્વેલરી માટે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરવા માટે તૈયાર છે.


ઈમારતને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) તરફથી પ્લેટિનમ રેન્કિંગ
સુરત ડાયમંડ બોર્સ બિલ્ડીંગ એ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. આ ઓફિસ સંકુલ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના હેડક્વાર્ટર બિલ્ડિંગને પણ પછાડી ગયું છે. સુરત ડાયમંડ બોર્સ બિલ્ડિંગની કિંમત આશરે રૂ. 3400 કરોડ છે, જેમાં 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો છે. આ વર્ષે ઓગસ્ટમાં, સુરત ડાયમંડ બોર્સ બિલ્ડિંગને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. સુરતમાં બનેલા આ મેગાસ્ટ્રક્ચરમાં 9 ગ્રાઉન્ડ ટાવર અને 15 માળ છે. નવ લંબચોરસ ટાવર્સ કેન્દ્રિય કરોડરજ્જુ દ્વારા જોડાયેલા છે. તેની પાસે 300 ચોરસ ફૂટથી 1 લાખ ચોરસ ફૂટ સુધીની 4,500 ઓફિસ સ્પેસ છે. ઈમારતને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) તરફથી પ્લેટિનમ રેન્કિંગ મળ્યું છે.


હાલમાં નિકાસમાં હિસ્સો ઓછો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના વિકાસમાં મદદ કરશે. નિકાસમાં ભારતનું વૈશ્વિક યોગદાન 3.50 ટકા છે. આનાથી રાજ્યની અર્થવ્યવસ્થામાં ચમક આવશે અને કેન્દ્ર સરકાર તેને બે આંકડામાં વધારવાનું લક્ષ્ય રાખશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ યોજાશે. 'સુરત ડાયમંડ બોર્સ'નું નિર્માણ રૂ. 3,400 કરોડના રોકાણ સાથે કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે સુરતનો હીરાઉદ્યોગ આઠ લાખ લોકોને રોજગાર પૂરો પાડે છે અને નવા બોર્સથી 1.5 લાખ વધુ નોકરીઓનું સર્જન થશે. 


આ બિલ્ડિંગ હાઇ સિક્યુરિટી જોન પણ છે. તેના તમામ રહેવાસીઓ એક જ સમયે બિલ્ડિંગની અંદર અને બહાર આવી શકે છે. તેથી જ કરોડરજ્જુના આકારની ઇમારત બનાવવામાં આવી છે. કરોડરજ્જુ નાના હાડકાંની શ્રેણીથી બનેલી હોય છે જેને વર્ટીબ્રે કહેવાય છે. તેવી જ રીતે આ ઈમારત પણ એકબીજા સાથે જોડાયેલી છે.


સુરત ડાયમંડ બોર્સ દ્વારા આ શક્ય બનશે
હીરાના વ્યવસાયને વેગ આપવા માટે, સુરત ડાયમંડ બોર્સ આયાત અને નિકાસ માટે અત્યાધુનિક 'કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ', રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સુવિધાઓથી સજ્જ છે. સુરત ડાયમંડ બોર્સ (SDB) એ ‘ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ (ડ્રીમ) સિટી’નો એક ભાગ છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં SDB અને ડ્રીમ સિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. સુરતમાં આગામી દિવસોમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાથી શહેરને દુનિયા સાથે સીધી કનેક્ટિવિટી મળશે જ્યારે મુંબઈ અને અમદાવાદ પરની તેની નિર્ભરતા પણ ઘટશે. એટલું જ નહીં આગામી વર્ષોમાં બુલેટ ટ્રેન સુરતને મુંબઈ સાથે જોડશે. આવી સ્થિતિમાં, ગુજરાત સરકાર સુરત ડાયમંડ બોર્સને હીરા ઉદ્યોગ અને વ્યવસાય માટે ગેમ ચેન્જર માની રહી છે.