અતુલ તિવારી/ અમદાવાદ: શહેરમાં વર્ષ 1965માં બનેલી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ - કોલેજની નાયબ મુખ્યમંત્રી(આરોગ્યમંત્રી) નીતિનભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ અને કોલેજની ખખડધજ સ્થિતિનું નિરીક્ષણ કરીને અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલની જૂની ઈમારત તોડીને તે જ સ્થળે નવી ઈમારત બનાવવાની મહત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરનાં 7 નવા ફ્લાય ઓવર પૈકી એક પણ જુહાપુરાની નહી ફાળવાતા સ્થાનિકોમાં રોષ


રાજ્યની સૌથી મોટી આયુર્વેદ હોસ્પિટલનું બિરુદ ધરાવતી આ બિલ્ડિંગની સ્થિતી ખુબ જ દયનીય છે. જૂની હોસ્પિટલ - કોલેજમાં રીપેરીંગ ખર્ચમાં સતત વધારો થયો છે. કોલેજ - હોસ્પિટલ ખખડધજ્જ હોવાની વાલીઓ - વિદ્યાર્થીઓની અનેક ફરિયાદો મળી હતી. આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ બંનેના ઈમારતની સ્થિતિ ખુબ જ કફોડી છે. છતમાં પોપડા, દીવાલોમાં તિરાડ, સળીયા દેખાવા આ દ્રશ્યો સામાન્ય છે. આ સ્થિતિમાં હોસ્પિટલ અને કોલેજમાં વારંવાર સમારકામ કરવાની જરૂરીયાત ઉભી થાય છે જેના કારણે સમારકામ ખર્ચમાં પણ વધ્યો છે. આયુર્વેદિક કોલેજની ઈમારતથી 100 મીટરના દાયરામાં હેરીટેજ મસ્જિદ આવેલી હોવાથી કોલેજના નવીનીકરણ માટે કાયદો નડે છે, માટે કોલેજનું નવીનીકરણ શક્ય નથી. પરંતુ આયુર્વેદિક હોસ્પિટલ હેરીટેજ મસ્જિદની 100 મીટરના દાયરાની બહાર આવેલી હોવાથી કાયદો નડતો નાં હોવાને કારણે હોસ્પીટલની જૂની ખખધજ્જ ઈમારત તોડીને નવી ઈમારત બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.


જગતગુરૂ શંકરાચાર્યનું ચોંકાવનારૂ નિવેદન, કેન્દ્ર સરકારના ખર્ચે રામ મંદિર ન બનવું જોઇએ


અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. આ હોસ્પીટલમાં એક દિવસમાં 500 જેટલા દર્દીઓ સારવાર માટે મુલાકાત લે છે તો કોલેજમાં દરવર્ષે 94 જેટલા વિદ્યાર્થીઓને આયુર્વેદિક શાખામાં આભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે છે. હોસ્પીટલનું નવીનીકરણ થાય ત્યારે દર્દીઓને માટે સમસ્યા ન ઉભી થાય તેમજ તેમને રાબેતા મુજબ સારવાર મળતી રહે તેની ખાસ કાળજી રાખવામાં આવશે. જેના માટે કોલેજમાં જ દર્દીઓની સારવાર કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હોસ્પિટલ બની ગયા બાદ નિયમો મુજબ કોલેજનું પણ સમારકામ કરવામાં આવશે તેમજ શક્ય હશે તો આસપાસમાં કોઈ અન્ય જગ્યાએ કોલેજને ખસેડવામાં આવશે. 


CAA ની મહેસાણામાં ઉજવણી, અસંખ્ય શરણાર્થીઓએ ફટાડકા ફોડી કરી ઉજવણી


અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજની ખખડધજ્જ સ્થિતિને લઈને અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર ફરિયાદ મળતી રહેતી હતી જેના સંદર્ભે અનેકવાર ડીરેક્ટર ઓફ આયુષ તરફથી પણ રજૂઆત કરાઈ હતી. આખરે નીતિનભાઈ પટેલે પોતે નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દર્દીઓને સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા હોસ્પિટલ નવી બનાવવાના આદેશ આપ્યા છે.


ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જામનગર ખાતે સ્વચ્છ સમુદ્ર હેઠળ કરાશે દિલધડક કરતબ


અખંડાનંદ આયુર્વેદ કોલેજ - હોસ્પિટલ
* DyCM નીતિન પટેલે આયુર્વેદ હોસ્પિટલ - કોલેજની મુલાકાત લઇને 
* 55 વર્ષ જૂની હોસ્પીટલની ઇમારતના નવીનીકરણ માટે લીધો નિર્ણય. 
* DyCM એ હોસ્પિટલ અને કોલેજનું સ્વયં નિરીક્ષણ કર્યું હતું. 
* અખંડાનંદ આયુર્વેદિક કોલેજને ફાળવાઈ છે આયુર્વેદિક શાખાની 94 બેઠક 
* હોસ્પીટલમાં સારવાર માટે દરરોજ 500 દર્દીઓ લે છે. મુલાકાત 
* હોસ્પીટલની જૂની ઇમારત તોડીને નવી ઈમારત બનાવાશે. 
* કોલેજમાં દર્દીઓના સારવાર માટે કરાશે ખાસ વ્યવસ્થા
* કોલેજ હેરીટેજ મસ્જિદની 100 મીટરમાં હોવાથી તોડવી અશક્ય છે. 
* હોસ્પિટલ બન્યા બાદ કોલેજ માટે યોગ્ય વ્યવસ્થા  કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube