`લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે`, ટોળકીની દાસ્તાન અને કારનામા જાણીને તમે પણ ચોંકી જશો!
સસ્તુ સોનુ, સસ્તા હિરા અને હનીટ્રેપ તથા નગ્ન જોવાના ચશ્મા તથા પંચજન્ય શંખ સહિતની વિવિધ પ્રકારની લોભામણી લાલચો આપી અપહર અને ખંડણીને અંજામ આપનાર ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત 7 શખ્સોને પોરબંદર એલસીબીએ ઝડપી પાડ્યા છે.
અજય શીલુ/પોરબંદર: આપણે ત્યા ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે ને કે "લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે" પોરબંદરમાં આ કહેવતને સાબિત કરતો ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પોરબંદર એલસીબીએ પકડી પાડેલ ટોળકીની દાસ્તાન જેઓના કારનામા જાણીને તમે પણ જરૂરથી ચોંકી જશો.
BIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવ
સસ્તુ સોનુ, સસ્તા હિરા અને હનીટ્રેપ તથા નગ્ન જોવાના ચશ્મા તથા પંચજન્ય શંખ સહિતની વિવિધ પ્રકારની લોભામણી લાલચો આપી અપહર અને ખંડણીને અંજામ આપનાર ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત 7 શખ્સોને પોરબંદર એલસીબીએ ઝડપી પાડ્યા છે.આ સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો વાત જાણે એમ છે કે,ગત 26-10-2024ના રોજ પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. 60 વર્ષિય ફરિયાદી પ્રતાપ મગન પાલા પોતાની ફરિયાદમાં જણાવે છે કે તેમને એવી લાલચ આપવામાં આવી હતી કે,જયપુરમાં બજાર ભાવથી 15 ટકા સસ્તુ સોનુ મળે છે અને ગ્રાહક લાવનારને 4 ટકા કમીશન આપવામાં આવે છે.
ગુજરાત કેડરના કયા 8 IPS અધિકારીઓને અપાયું પોસ્ટિંગ; તમામ જગ્યાઓ નવી ઊભી કરાઈ, જાણો
ફરિયાદીને સોનુ ખરીદવાનુ હોવાથી તે તેમના બે પરિચીતો સાથે ગત તારીખ 19-10-2024ના રોજ ગાડી લઈને આવેલ સાત પૈકીના એક આરોપી એવા પ્રતાપ અરશી ઓડેદરા સાથે પોરબંદરથી કારમા બેસીને જયપુર જવા નીકળે છે.રસ્તામાંથી આ કામનો મુખ્ય આરોપી એવો ભરત મનજી લાઠીયા પણ કારમાં બેસે છે અને ત્યારબાદ નાાથદ્રારાથી ફરિયાદી તથા બે સાહેદાનો આશરે 100 કિલોમીટર દુર અવાવરુ જગ્યાએ બંધ મકાનમાં લઈ જવામાં આવે છે.આ દરમિયાન વધુ પાંચ શખ્સો પણ ત્યા આવી પહોંચે છે અને બે દિવસ સુધી તેને ગોંધી રાખવામાં આવે છે અને માર મારવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માટે કહેવામાં આવે છે.ફરિયાદી પાસે તેમના પુત્રને એવો ફોન કરાવવામાં આવે છે કે,તેણે સોનુ ખરીદી લીધેલ છે તેથી તે કહે તે નંબર પર 20 લાખ રુપિયા મોકલવામાં આવે.
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પ્રતિષ્ઠાનો જંગ! મામા વિરુદ્ધ ભાણેજે માંડ્યો મોરચો
ફરિયાદીના પુત્રએ તાત્કાલીક ધોરણે 20 લાખ રુપિયા આંગડીયા મારફત મોકલતા આરોપીઓએ ફરિયાદી સહિત ત્રણેય વ્યકિતઓને છોડ્યા હતા.કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ફરિયાદની તપાસ જિલ્લા પોલીસવડાએ પોરબંદર એલસીબીને સોપતા પોરબંદર એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી પ્રથમ આ ગુનાના બે આરોપીઓ પ્રતાપ અરશી ઓડેદરા તથા અન્ય રામજી કટારીયા નામના આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા આ ગુનાનો મુખ્ય આરોપી ભરત મનજી લાઠીયા હોવાનુ જાણવા મળ્યુ હતુ અને આ ભરત પર ખંડણી,હનીટ્રેપ સહિત અનેક આ પ્રકારના ગુનાઓ ભારત અને નેપાળમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યુ હતુ.
પોરબંદર એલસીબીએ આ કેસના મુખ્ય આરોપી ભરત સહિતને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા ચોક્કસ બાતમીના આધારે પોરબંદર-દ્વારકા હાઈવે પરથી કારનો પીછો કરીને પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોરબંદર જિલ્લા પોલીસવડાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપતા જણાવ્યુ હતુ કે,આ મામલે પોલીસે ભરત મનજી લાઠીયા સહિત અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી આશરે 10 લાખ રુપિયા રોકડા તથા બે કાર,મોબાઈલ સહિત ડુપ્લીકેટ આધારકાર્ડ સહિત કબ્જે કર્યા છે.
આટલા દિવસ સુધી ગુજરાતમાં નહીં પડે ઠંડી! ઉભો થયો મોટો ખતરો, આવી રહ્યાં છે 3 વાવાઝોડા
પોરબંદરના કીર્તિમંદીર પોલીસ સ્ટેશનના ખંડણીના ગુનામાં ઝડપાયેલ ભરત મનજી લાઠીયા અને તેની ટોળકી પર અનેક ગુનાઓ નોંધાયેલ છે અને તેઓ જે રીતે હનીટ્રેપ સહિત ગુનાઓ આચરે છે જેની ફરિયાદ કરતા પણ ભોગ બનનાર ટાળતા હોય છે.પોરબંદર જિલ્લા પોલીસવડાએ ભરતની ભુતકાળની કુંડળી વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે,આ ભરત મુળ ભાવનગર જિલ્લાનો વતની છે તેના પર ખુન,ખંડણી અને હથિયાર ધારા તથા હનીટ્રેપ સહિત કુલ 7 જેટલા ગુનાઓ નોંધાયેલ છે.ભરત હાલમાં તેની બીજી પત્ની સાથે નેપાળમાં રહેતો હતો. આ ભરત લાઠીયાએ ગુજરાતના સુરત,ગાંધીનગર તથા બનાસકાંઠા સહિતના જિલ્લાઓમા લોકોને સસ્તુ સોનુ,સસ્તા હિરા અને હનિટ્રેપ તથા નગ્ન જોવાના ચશ્મા તથા પંચજન્ય શંખ સહિતની વિવિધ પ્રકારની લોભામણી લાલચ આપી લોકોને રાજસ્થાન તથા નેપાળ બોલાવી માર મારી ખંડણી ઉઘરાવાનુ ષડયંત્ર તે વર્ષોથી તે કરતો હતો. જિલ્લા પોલીસવડાએ પોરબંદર જિલ્લાના લોકોને પણ જાહેર અપીલ કરતા જણાવ્યુ હતુ કે,આ ભરત લાઠીયા કે જે પોતે અલગ અલગ છ પ્રકારના નામો ધારણ કરીને ગુનાઓ આચરતો આવ્યો છે તો જે લોકો આ ભરત અને તેની ગેંગના કોઈપણ રીતે જો ભોગ બનેલ હોય તો તેઓ આ અંગે પોરબંદર પોલીસનો સંપર્કનો કરવા અપીલ કરી છે જેથી આરોપી વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરી શકાય.
ઉત્તરપ્રદેશમાં ગુજરાતી તીર્થયાત્રીકોની બસને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત
પોરબંદર એલસબીએ હાલ તો ભરત લાઠીયા સહિત પકડી પાડવામાં આવેલ 5 આરોપીઓને કોર્ટમાં રજુ કરીને આ મામલે રીમાન્ડની માંગણી કરવામાં આવશે.ભરત લાઠીયા એન્ડ કંપની દ્વારા જે રીતે ખંડણી અને હનીટ્રેપ સહિતના અનેક ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે તેઓની પુછપરછ કરીને તેઓએ અન્ય ક્યા ક્યા લોકોને શિકાર બનાવ્યા છે અને તેમની સાથે અન્ય વધુ કોઈ આરોપીઓ સંકળાયેલ છે કે કેમ તે સહિતની દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે