મૌલિક ધામેચા/ અમદાવાદ : ખાનગી કોલેજમાં ડોન બનવા અને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક વિદ્યાર્થીનું અપહરણ કરી માર મારી તેને લૂંટી લેનાર એક શખ્સ ઝડપાયો. સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી યુવકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. આ શખ્સનું નામ સુધીર દેસાઇ છે. આરોપી પોતે કોઇ કામધંધો તો નથી કરતો પણ તે કોઇને કોઇ કોલેજ બહાર બેસીને લોકો પાસે હપ્તા ઉઘરાવતો હતો. સાલ કોલેજની બહાર પણ તે બેઠો હતો અને એક વિદ્યાર્થીની સાથે તેણે નાણાં માંગ્યા હતા. નાણા નહી આપતા તેનું અપહરણ કર્યું અને અન્ય લુખ્ખા તત્વો સાથે મળી વિદ્યાર્થીને ઢોર માર મારી લૂંટી લીધો હતો. આખરે પોલીસને જાણ થતાં જ આરોપી સુધીરની ધરપકડ કરાઇ અને અન્ય શખ્સોની શોધખોળ પોલીસે હાથ ધરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના પુણાગામમાં પાણીના મીટરનો વિરોધ, ઉગ્રવિરોધની પણ સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી


આરોપી પોતે કોલેજોમાં પોતાને બધા ડોન તરીકે ઓળખે તે માટે  કારસ્તાન કરતો હતો. પણ આ કારસ્તાન તેને મોંઘુ પડ્યું અને ડોનની જગ્યાએ હવે બની ગયો આરોપી. આરોપીએ જે યુવકનું અપહરણ કર્યું હતું તે વિદ્યાર્થીને એક વિદ્યાર્થી સાથે નાણાંકીય લેવડ દેવડ હતી અને તેની અદાવત ત્રાહિત વ્યક્તિ એવા સુધીરે રાખી આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે બાબતે પણ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ તો સુધીર દેસાઈ ને ડોન બનવાનું સપનું અધુરું રહેશે અને જેલની હવા ખાવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube