સુરતના પુણાગામમાં પાણીના મીટરનો વિરોધ, ઉગ્રવિરોધની પણ સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી

શહેરના પુણાગામ, મોટા વરાછા સહિતના તમામ વિસ્તારોની સોસાયટીમાં પાણી મીટર આવવાને લઈ સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સુરતના પુણાગામમાં પાણીના મીટરનો વિરોધ, ઉગ્રવિરોધની પણ સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી

સુરત: શહેરના પુણાગામ, મોટા વરાછા સહિતના તમામ વિસ્તારોની સોસાયટીમાં પાણી મીટર આવવાને લઈ સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ અંગે મનપા કમિશનરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત મહાનગર પાલિકા દ્વારા અમરોલી બાદ હવે પુણા ગામ, મોટા વરાછા સહિતના વિસ્તારોમાં પાણીના મીટર લગાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. ત્યારે આ વાતને લઈ સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. 

અગાઉ પણ આ અંગે સ્થાનિક લોકો દ્વારા રેલી કાઢી વિરોધ કરનાર હતા. જો કે પોલીસે રેલી નીકળે તે પહેલાં જ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ સોસાયટીના 10 હજારથી વધુ લોકોએ ફોર્મ ભરી પાણીના મીટરનો વિરોધ નોંધાવ્યો હતો. આજરોજ સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જો આ અંગે યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી ઉચારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news