જે પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થી લોહીનું પાણી કરી નાખે છે, નેતાના છોકરા સેટિંગ કરીને પાસ કરે છે
જે પરીક્ષા પાસ કરવા માટે ગરીબ મા બાપ પોતાની જમીન વેચીને દિકરા દીકરીઓને ભણવા મોકલે છે તે પરીક્ષા નેતાના પુત્રો સેટિંગથી પાસ કરી જાય છે.
પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગેરરીતિ નો મામલો ગત રોજ મળેલી કારોબારી બેઠક માં ઉછલ્યો હતો વર્ષ 2018 માં મેડિકલની એફ.વાય MBBS ની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા. ત્યાર બાદ આ મામલે તપાસ સોપાઈ હતી અને તેનો રિપોર્ટ કારોબારીમાં સોંપતા અને તેમાં ગેરરીતિ સામે આવી પણ હતી. નિર્ણય માટે આજે ફરી કારોબારી બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, આજે અચાનક કુલપતિ દ્વારા કારોબારી મુલત્વી રાખવાનો આદેશ કરવામાં આવતા અનેક તર્ક વિતરકો ઉભા થવા પામ્યા છે.
અહીં મહાભારત કાળમાં યુદ્ધ થયું હતું? ગીરનાં આ વિસ્તારમાં લોહી ભરેલા કુવાઓથી આશ્ચર્ય !
યુનિવર્સિટી ખાતે ગત રોજ કારોબારી ની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2018 માં એફ.વાય.MBBS ની માર્ચ - જૂન માસમાં લેવાનાર પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રીઅસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં ગેરરીતિ તપાસ રિપોર્ટમાં બહાર આવી હતી. જે મામલે તાત્કાલિક નિર્ણય ન કરી આજે ફરી કારોબારીની બેઠક કુલપતિ દ્વારા બોલાવવામાં આવી હતી. જો કે આજે કુલપતિ દ્વારા અચાનક બેઠક અનિવાર્ય સંજોગોનું કારણ ધરીને બેઠક મુલતવી રાખવામાં આવતા કારોબારી સભ્યોમાં પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. તો કુલપતિ દ્વારા અચાનક આ પ્રકાર નો આદેશ કરવામાં આવતા ક્યાંકને ક્યાંક દોષીતોને છાવરવા ના પ્રયત્નો થતા હોવાનું પણ ચર્ચા માં રહેવા પામ્યું હતું.
Gujarat Corona Update: ગુજરાતમાં અધધ 1961 કેસ, 1405 રિકવર, 7 લોકોનાં નિપજ્યાં મોત
વર્ષ 2018 માં એફ.વાય.MBBS ની માર્ચ - જૂન માસમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ જાહેર થયા બાદ 10 વિદ્યાર્થીઓએ રી -એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં ગેરરીતિ થઈ હોવાની અરજી યુનિવર્સિટીમાં કારોબારી સભ્ય દ્વારા યુનિવર્સિટીમાં લેખીત અરજી કરવામાં આવતા તેની તપાસ માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જે સમિતિએ આજે કારોબારીમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેમાં 10 વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ફેરફાર થયા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના પુનઃ મુલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી, પુનઃ મુલ્યાંક કરનાર નિરીક્ષકની સહી નથી. બ્લોક રિપોર્ટમાં અને ઉત્તરવાહી ઉપર કરેલ જુનિયર સુપરવાઈઝરની સહી જુદી પડે છે, બ્લોક સુપરવાઈઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવ્યા તે નંબર ઉત્તરવાહી કરતા જુદા પડે છે આમ આ પ્રકારે ગેરરીતિ થયા હોવાનું રિપોર્ટ માં સામે આવવા પામ્યું હતું.
AHMEDABAD: પત્નીને બીજા યુવક સાથે રંગરેલીયા મનાવતા જોઇ ગયેલા પતિએ કહ્યું આપણે સાથે...
આ પ્રકારે મેડિકલ ક્ષેત્રમાં જે આરોગ્ય સાથે સીધો વિષય જોડાયેલો છે, તેના અભ્યાસક્રમની પરીક્ષા માં આટલી મોટી ગેરરીતિ રિપોર્ટ માં બહાર આવવા પામી છે છતાં યુનિ ના કુલપતિ માહિતી ના આપવા ધાક પીછોડા કરી રહ્યા છે અને દોશીતો ને છાવરવાનો પ્રયાસ કરતા હોય તે પ્રકાર નો વ્યવહાર ને લઈ સમગ્ર યુનિ માં ચર્ચા નો વિષય બનવા પામ્યું છે તો સાથે વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ અને abvp દ્વારા પણ આ પ્રકાર ની લાલીયા વાડી સામે વિરોધ નોંધાવી ને યુનિ પરિસર ખાતે ભારે સૂત્રો ચાર કર્યા હતા અને કુલપતિ ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા પરંતુ કુલપતિ ની ચેમબર ને તાળું મારેલ હોઈ વિદ્યાર્થીઓ ચેમ્બર બહાર સૂત્રોચ્ચાર કરી બાદ માં યુનિ. ના રાજીસ્ટાર ને આવેદનપત્ર આપી કાસુર વારો ને કડક સજા થાય તે પ્રકાર ની રજુઆત કરવામાં આવી હતી હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube