અમદાવાદ : આવકવેરા વિભાગમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને નાથવા માટે વિભાગ દ્વારા ફેસલેસ પ્રક્રિયા પ્રોજેક્ટને અમલ શરૂ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી કામગીરીમાં સફળતા મળ્યા બાદ હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. પહેલા એસેસમેન્ટ માટે એસીસીને ઇન્કમટેક્સ ઓફીસ આવવું પડતું હતું. જો કે હવે તેઓએ ફિઝિકલી આવવાનાં બદલે ઓનલાઇન જ એેસેસમેન્ટ થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: ઉધનામાં બિયર અને દારૂની મહેફિલ કરી બર્થ ડે ઉજવનારા 7ને પોલીસે ઝડપી લીધા

દિલ્હીથી જે નોટિસ આવે છે તેમનો ઇમેઇલ દ્વારા જ જવાબ આપવાનો રહેશે. ગત્ત વર્ષે દેશમાં 8 શહેરોમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. દેશમાં 58319 કેસ ફેસલેસ એસેસમેન્ટના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત નોટિસ અપાઇ હતી. સમગ્ર દેશમાં ટુંક સમયમાં ફેસલેસ એસેસમેન્ટ યોજના અમલ થશે. 


સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને પત્નીનો રિપોર્ટ પોઝિટિવ

હાલ દેશમાં 8 શહેરમાં ફેસલેસ એસેસમેન્ટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. પાયલોટ પ્રોજેક્ટમાં કરદાતાઓ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફેસલેસ પ્રોજેક્ટ  અંતર્ગત ઇમેઇલ દ્વારા કરદાતાઓને નોટિસ મોકલાશે તેનો ઇમેઇલ દ્વારા જ જવાબ આપવો પડશે. આ જવાબ આવ્યા બાદ 4 અલગ અલગ વિભાગો દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube