અલ્કેશ રાવ/બનાસકાંઠા : કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ હોવાથી સરકારના આદેશ અનુસાર શાળાઓ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ પાલનપુરના પારપડા ગામમાં મોટાભાગના વાલીઓ જોડે સારો મોબાઈલ ન હોવાથી બાળકો ઓનલાઈન અભ્યાસ ન કરી શકતાં ગ્રામપંચાયત દ્વારા શાળા સાથે મળી એક નવતર પ્રયોગ કરીને બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે તેની અસર સ્કૂલો પર પણ પડી છે. લોકડાઉનના સમયથી જ રાજ્ય સહિત દેશભરમાં સ્કૂલો બંધ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોને વિધાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરતાં રાજ્યની તમામ શાળાઓના શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યા છે. જો કે બનાસકાંઠા જિલ્લામાં અનેક શાળાઓના વિધાર્થીઓ પાસે સારા એન્ડ્રોડ મોબાઈલ ન હોવાથી તેવો ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં સુરત પો. કમિશનરના આકરા તેવર, 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યાં


જો કે આવી જ તકલીફ પાલનપુરના પારપડા ગામના વિધાર્થીઓને પડતી હતી. ગામના વાલીઓ આર્થિક રીતે સદ્ધર ન હોવાથી અને વાલીઓ પાસે સારા મોબાઈલ ન હોવાથી પારપડા ગામના વિધાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા ન હતા. શાળાના શિક્ષકોને મોટી મુશ્કેલી ઉભી થઇ હતી. ત્યાર બાદ તેમણે ગામના સરપંચને આ બાબતની જાણ કરતા ગ્રામપંચાયત દ્વારા પારપડા ગામમાં અનેક જાહેર જગ્યાએ સ્પીકર લગાવી દીધા અને અને તેનું સમગ્ર સંચાલન ગ્રામપંચાયતમાંથી શરૂ કરાયું. જ્યાં શાળાના શિક્ષકો દ્વારા અલગ-અલગ વિષય વાઇઝ માઇક દ્વારા અભ્યાસ શરૂ કરાયો. જેથી શાળાના તમામ વિધાર્થીઓ પોતાના ઘરની નજીક લાગેલા માઇકની નજીક બેસીને શાંતિથી અભ્યાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવાનું કહેવાયું હતું પણ અહીં બાળકો પાસે મોબાઈલ ન હોવાથી અમે સરપંચને કહીને ગામમાં માઇક લગાવ્યા.


અમદાવાદની એકમાત્ર તમિલ સ્કૂલના તાળા મારી દેવાતા વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યાં


કોરોનાના કારણે શાળાઓ બંધ છે પણ ગામમાં ગરીબ લોકો રહે છે એટલે તેમના બાળકો ઓનલાઈન ભણી શકતા ન હતા તો શાળાએ માઇક લગાવવાની વાત કરી તો અમે ગામમાં 16 જેટલા માઇક લગાવ્યા. સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ ચાલુ કરાતા તેમજ વિધાર્થીઓ જોડે મોબાઈલ ન હોવાથી વિધાર્થીઓની તકલીફ વધી હતી અને વિધાર્થીઓ અભ્યાસ કરી શકતા ન હતા પરંતુ ગ્રામપંચાયત દ્વારા ગામના દરેક મહોલ્લામાં માઇક લગાવી દેતા વિધાર્થીઓની મુશ્કેલીનો અંત આવ્યો છે અને હવે જે જગ્યાઓ ઉપર માઇક લાગ્યા છે તે જગ્યાની નજીક બાળકો આવીને ગોઠવાઈ જાય છે અને ત્યાં જ તેમની શાળા શરૂ થઈ જાય છે અને તેવો માઇક સામે કાન રાખીને પુસ્તકો ખોલીને શિક્ષક જે વિષયનો માઇક ઉપર અભ્યાસ કરાવે તેનો વિધાર્થીઓ ધ્યાનથી અભ્યાસ કરી રહ્યા છે અને વિધાર્થીઓને આમ અભ્યાસ કરવામાં ખુબજ મજા પડી રહી છે.


લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે


અમને માઇક દ્વારા ભણવામાં ખુબજ મજા આવે છે અમારી તકલીફ ગ્રામપંચાયતે દૂર કરી દીધી છે. કોરોના કાળમાં હાલ શાળાઓ બંધ છે તો બીજી બાજુ અનેક ધંધાઓ પણ બંધ હોવાથી વાલીઓને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે  ત્યારે શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાતાં વિધાર્થીઓને અભ્યાસ માટે મોબાઈલ લાવવો વાલીઓ માટે ખુબજ મુશ્કેલ હતું તેવામાં પારપડા ગ્રામપંચાયત અને સ્કૂલ  દ્વારા મોબાઈલ વગર બાળકોને ભણાવવામાં આવતા વાલીઓની મોટી ચિંતા દૂર થતાં તેવો શાળા અને ગ્રામપંચાયતનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.


રાજકોટ કોવિડ હોસ્પિટલ બની બેદરકારીઓનું ઘર, દર્દી લઈ જતા વેળા તૂટ્યુ નવુ નકોર સ્ટ્રેચર


અમારી જોડે સારા મોબાઈલ નથી પણ હવે અમારા બાળકો માઇક દ્વારા ભણી રહ્યા છે. આજે ભલે ડિજિટલ યુગમાં શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું હોય પરંતુ ગુજરાત અને બનાસકાંઠાના અનેક ગામોમાં હાલ અનેક વિધાર્થીઓ પાસે નેટની કે સારા મોબાઈલની સુવિધા ન હોવાથી વિધાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા નથી જેને લઈને વિધાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે ત્યારે પારપડા ગ્રામપંચાયત દ્વારા વિધાર્થીઓના હિત માટે કરવામાં આવેલો અનોખો નવતર પ્રયોગ અન્ય ગામો પણ અપનાવે તે ખુબજ જરૂરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube