વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ રાખનારા શિક્ષકને લગ્નના મંડપમાં જ એટલો માર પડ્યો કે...
ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે. ખાસ કરીને સ્ત્રી પરનાં ગુનાઓમાં ગુજરાતમાં અચાનક વધારો થઇ રહ્યો છે. ત્યારે એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આરોપી બીજો કોઇ નહી પરંતુ તેનો જ ગુરૂ છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી વધારે એક ઘટના નવસારીમાંથી સામે આવતા ચકચાર મચી ગઇ છે. ગુરૂને જ્યારે માતા પિતાથી પણ ઉંચુ સ્થાન મળ્યું છે ત્યારે આ લંપટ ગુરૂએ સંબંધો લજવ્યા છે.
સ્નેહલ પટેલ/નવસારી : ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે. ખાસ કરીને સ્ત્રી પરનાં ગુનાઓમાં ગુજરાતમાં અચાનક વધારો થઇ રહ્યો છે. ત્યારે એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આરોપી બીજો કોઇ નહી પરંતુ તેનો જ ગુરૂ છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી વધારે એક ઘટના નવસારીમાંથી સામે આવતા ચકચાર મચી ગઇ છે. ગુરૂને જ્યારે માતા પિતાથી પણ ઉંચુ સ્થાન મળ્યું છે ત્યારે આ લંપટ ગુરૂએ સંબંધો લજવ્યા છે.
સુરતમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલે લૂંટ: લૂંટારૂ ઘરેણા સમજીને લેપટોપ બેગ ઉઠાવી ગયા !
કાળયુગી શિક્ષકે પોત પ્રકાશયું,ગુરુ શિષ્યના સંબંધને લાંછન લાગ્યું છે. લગ્નની લાલચ આપી વલસાડના શિક્ષકે બિલ્લીમોરાની વિદ્યાર્થીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. શિક્ષકના લગ્નનની જાણ થતાં યુવતીના પરિવારજનોએ પીઠીને દિવસે શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો. સમગ્ર મામલે વલસાડ પોલીસે મધ્યસ્થી કરીને યુવતીના પરિવારને બિલ્લીમોરા પોલીસમાં કેસ દાખલ કરવાં જણાવ્યુ હતું. હાલ તો લંપટ શિક્ષકનાં લગ્ન થાય તે પહેલા જ તે જેલ ભેગો થયો છે.
પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને આત્મહત્યા કરી
બિલ્લીમોરની ખ્યાતનામ શાળામાં ભણાવતા હવસખોર શિક્ષક મયુર રાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ભણાવવાના બહાનું બનાવી વિદ્યાર્થીની સાથે તેણીના ઘરે તેમજ વલસાડમાં શરીર સંબંધો બાંધ્યા હતા. 22 વર્ષીય વિદ્યાર્થીનીએ લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરતા તેની ધરપકડ થઈ છે. પોલીસ શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. હાલ તો સમગ્ર ઘટનાને પગલે લગ્ન પહેલા જ શિક્ષકને જેલયાત્રાએ મોકલી દેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા વલસાડ-નવસારીમાં ચકચાર મચી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube