જેતપુર : જૂનાગઢ રોડ ઉપર આવેલ શિવમ કોમ્પ્લેક્સમાં આવેલ ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસમાંથી 21 લાખની ચોરીની ઘટના સામે આવી છે. શહેરના હાર્દ સમાન અને 24 કલાક ધમધમતા રોડ પરથી સવારના
6 થી 7 વાગ્યા ની વચ્ચે ચોરી થતા જેતપુર પોલીસ ધંધે લાગી છે. ચોરને પકડવા કાર્યવાહી તેજ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુંવાળા સવાણી બાદ હવે ઇસુદાનનો ધડાકો! ફેસબુક પર કહ્યું હું આમ આદમી પાર્ટીમાં નથી


શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાંથી ચોરી
જેતપુરમાં આજે વહેલી સવારે 21 લાખ રૂપિયાની ચોરી થતા જેતપુર પોલીસ ધંધે લાગી છે. બનેલ ઘટના મુજબ જેતપુરના હાર્દ સમાન અને મુખ્ય માર્ગ એવા જૂનાગઢ રોડ ઉપર આવેલ શિવમ કોમ્પ્લેક્સમાં આવેલ એક ટેક્સટાઇલ એજન્ટની ઓફિસમાં આજે વહેલી સવારે 6 થી 7 વાગ્યે એક ચોર ઓફિસનું તાળું તોડીને ઓફિસની અંદર આવે છે . પછી ઓફિસના એક પછી એક ટેબલના ખાન ખોલીને તપાસ કરે છે અને ઓફિસની મુખ્ય ટેબલના ખાનામાંથી 21 લાખની રોકડ પડી હતી. તે આ ચોરના હાથમાં આવી ગઈ હતી અને તે ચોરી ને ત્યાંથી નીકળી ગયો હતો.


જો નિર્ણય નહીં લેવાય તો અનેક ડોક્ટર નું ભવિષ્ય જોખમાશે, હાલ મોટા પાયે વિરોધ


સમગ્ર ચોરી સીસીટીવીમાં કેદ થઇ
જેતપુરના જૂનાગઢ રોડ ઉપર થયેલ આ 21 લાખની ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. ચોર જ્યારથી કોમ્પ્લેક્સમાં અંદર પ્રેવેશે છે. ઓફિસની અંદર આવતાજ અને પછી ઓફિસના એક પછી એક ટેબલના ખાન તપાસતો નજરે પડે છે. ચોરે આડા પટ્ટા વાળું સ્વેટર સાથે મફલર પણ પહેર્યું છે. પોતાની ઓળખ છતી ન થાય તે માટે મોઢે માસ્ક અને માથા ઉપર ટોપી પણ પહેરેલ જોવા મળે છે. પીઠના ભાગે થેલો જોવા મળે છે. 


GUJARAT CORONA UPDATE: નવા 12,753 કેસ, 2,63,593 રસીના ડોઝ અપાયા, 5 નાગરિકોનાં મોત


ચોરે અહીંથી 21 લાખની રોકડ લઈ ને ફરાર થઇ ગયો છે...
ચોરી થઇ તે ઓફિસ જેતપુરના ટેક્સટાઇલના ધંધા સાથે સંકળાયેલ વેપારી છે. અહીં તેવો અહીં કમિશન એજન્ટનો ધંધો કરે છે. તેવો છેલ્લા 7 દિવસ થયા કોરોના થયો હોય કોરન્ટાઇન હતા. ઓફિસે આવ્યા ના હતા અને રોજે રોજની રોકડ અહીં જમા થઇ હતી. જે ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ હતી જે ચોરના હાથમાં આવી જતા ચોરી થઇ ગઈ હતી. 21 લાખની ચોરીના પગલે જેતપુર પોલીસ કામે લાગી ગઈ હતી. જિલ્લાની તમામ બ્રાન્ચ પણ આ ચોરને પકડવા માટે કામે લાગી છે. રાજકોટ રૂરલ LCB, સહિતની પોલીસની ટિમો આ ચોરને પકડવા માટે તપાસ શરૂ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube