Loksabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ખુબ જ શાંતિપૂર્ણ રીતે સારી ટકાવારીમાં ચાલી રહ્યું છે ત્યારે હાલ ગરમી ભર્યા વાતાવરણમાં કેટલાક મતદાન કેન્દ્રોમાં સન્નાટા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વહેલી સવારથી જે રીતે મતદારોનો ભરાવો હતો ત્યારે હાલ બપોરે ગરમીના કારણે એકલ દોકલ મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે. મતદારોમાં મતદાનને લઈને અનોખો અંદાજ જોવા મળી રહ્યું છે, કોઈ લગ્ન છોડી મતદાન કરી રહ્યું છે, તો કોઈ પગ વગર મતદાન કરી રહ્યું છે. અમુક જગ્યાએ તો પત્નીનું મોત થયું હોવા છતાં સ્મશાન યાત્રા અટકાવીને મતદાન કરવાના અહેવાલ સામે આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વડોદરાના પાદરામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળીને તમે એકવાર તો વિચારમાં પડી જશો. પાદરાના મોભા ગામે પત્નીનું મૃત્યું થયું હોવા છતાં પતિએ મતદાન કર્યું છે. જી હા...પત્નીની સ્મશાન યાત્રા અટકાવી તેના પતિએ મતદાન કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.


હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કર્યું



વડોદરાના નવયુગ વિદ્યાલયમાં દીપક શાસ્ત્રી નામના મતદારે અનોખી રીતે મતદાન કર્યું છે. અહીં એક યુવકે હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કર્યું છે. સવારે 7 વાગે ફતેગંજમાં આવેલ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સૌથી પહેલા મતદાન કર્યું હતું. જય શ્રી બોલતાં બોલતાં દીપક શાસ્ત્રી નામના મતદાર મત આપવા ગયા હતા. એટલું જ નહીં, હનુમાનજીનો વેશ ધારણ કરતાં અન્ય મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


સૂરતમાં વરરાજાએ પ્રથમ વખત મતદાનનો ઉપયોગ કર્યો



સુરતમાં લગ્નના દિવસે જ વરરાજાએ પ્રથમ મતદાન કર્યું છે. પાંડેસરાના યુવકના આજે લગ્ન છે. લગ્ન પહેલા જ યુવક પોતાના પરિવાર સાથે મતદાનની ફરજ અદા કરી છે. સાથે યુવકે લગ્નમાં તમામ લોકોને લગ્ન પહેલાં મતદાન કરવા અપીલ કરી હતી.


ગુજરાતમાં એક વ્યક્તિએ પગ વડે કર્યું મતદાન
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના નડિયાદમાં એક મતદારે પગ વડે મતદાન કર્યું. મતદારનું નામ અંકિત સોની છે.



શું છે સમગ્ર મામલો?
અંકિતે નડિયાદના એક મતદાન મથક પર પગ વડે પોતાનો મત આપ્યો. તેણે કહ્યું, '20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. મારા શિક્ષકો અને માર્ગદર્શકના આશીર્વાદથી મેં મારું ગ્રેજ્યુએશન કર્યું, સી.એસ. હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો.