ગુજરાતમાં ત્રીજા વેવના ભણકારા? ઘટી રહેલા કેસમાં છેલ્લા બે દિવસથી વધારો, નવા 36 કેસ, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના વાયરસ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યાના સમાચારો વચ્ચે ફરી એકવાર સંક્રમણમાં વધારો નોંધાવા લાગ્યો છે. ગઇ કાલે 34 કેસ આવ્યા હતા જે આજે વધીને 36 થઇ ગયા હતા. તો બીજી તરફ 61 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,14,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ 98.74 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. 3,55,953 લોકોનું રસીકરણ કરવામાં આવ્યા.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યાના સમાચારો વચ્ચે ફરી એકવાર સંક્રમણમાં વધારો નોંધાવા લાગ્યો છે. ગઇ કાલે 34 કેસ આવ્યા હતા જે આજે વધીને 36 થઇ ગયા હતા. તો બીજી તરફ 61 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,14,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ 98.74 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. 3,55,953 લોકોનું રસીકરણ કરવામાં આવ્યા.
રાજકોટના ધોરાજીના ખેડૂતે માત્ર 120 રૂપિયાનું રોકાણ કર્યું હવે બની જશે કરોડપતિ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 345 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 340 લોકો સ્ટેબલ છે. 8,14,223 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી તે સૌથી સારી વાત છે. તો 23 જિલ્લા અને 1 નગરપાલિકામાં કોરોનાને એક પણ કેસ નોંધાયો નથી. જે સારી બાબત કહી શકાય.
આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં પ્રેમી યુગલની તાલીબાની સજાનો વધારે એક વીડિયો વાયરલ
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 331ને પ્રથમ અને 14305 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 65429 લોકોને પ્રથમ અને 79431 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 1,87,827 નાગરિકોને રસીનો પ્રથમ અને 8630 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,55,953 લોકોનું કુલ રસીકરણ થયું હતું. જ્યારે ગુજરાતમાં 3,10,11,525 નાગરિકોને અત્યાર સુધી ગુજરાતમાં રસીકરણ થઇ ચુક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube