ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા? સતત ત્રીજા દિવસે પણ કેસમાં વધારો થયો
ગુજરાતમાં કાબુમાં આવી રહેલા કેસ ફરી એકવાર બેકાબુ થઇ રહ્યા હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. જે કાલે 36 હતા જે 3 વધીને આજે 39 થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ આજે 42 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,14,265 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ 98.74 પર પહોંચ્યો છે.
ગાંધીનગર : ગુજરાતમાં કાબુમાં આવી રહેલા કેસ ફરી એકવાર બેકાબુ થઇ રહ્યા હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. જે કાલે 36 હતા જે 3 વધીને આજે 39 થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ આજે 42 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,14,265 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ 98.74 પર પહોંચ્યો છે.
સ્વીટી પટેલનો હત્યારો નિકળ્યો તેનો જ પતિ SOG ના PI અજય દેસાઇ, અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 342 એક્ટિવ કેસ છે. જે પૈકી 337 નાગરિકો સ્ટેબલ છે પરંતુ 05 લોકો વેન્ટીલેટર પર છે. 8,14,265 નાગરિકોને ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ગુજરાતમાં કોરોનાને કારણે આજે એક પણ મોત નોંધાયું નથી. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10076 નાગરિકોનાં મોત નિપજ્યાં છે. તો અમદાવાદમાં પણ કોરોના બેકાબુ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશનનાં કુલ 10 કેસ નોંધાયા છે.
Banaskantha મા વરસાદના અભાવે વલખા મારી રહ્યા છે ખેડૂતો, પાક બળી જવાની તૈયારીમાં
રસીકરણના મોરચે પણ ગુજરાત સરકાર લડી રહી છે. આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 179 નાગરિકોને પ્રથમ અને 10924 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 49633 નાગરિકોને રસીનો પ્રથમ અને 57948 નાગરિકો રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,54,865 નાગરિકોને રસીનો પ્રથમ અને 22543 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 2,96,092 નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં થયું હતું.અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 3,13,07,617 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube