ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 420 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 256 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,719 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.91 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 09,488 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2463 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 2461 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,719 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 


નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 156, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 59, મહેસાણા 17, ગાંધીનગર કોર્પોરેશન 14, સુરત 13, કચ્છ અને રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં 9-9 કેસ, આણંદ 7, નવસારી 6, અમદાવાદ 5, ભરૂચ 5, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ 4, વડોદરા 4, જામનગર કોર્પોરેશન 3, ખેડા 3, ગાંધીનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 2, મોરબી 2, પંચમહાલ 2, પાટણ 2, પોરબંદર 2, તાપી 1 એમ કુલ 420 કેસ નોંધાયા છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 700 નાગરિકોને રસીનો પ્રથમ અને 1412 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 68 ને રસીનો પ્રથમ અને 178 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 6937 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 293 ને રસીનો પ્રથમ અને 500 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 09,488 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,12,15,807 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube