દેખાડો બંધ કરો! વડોદરામાં હોસ્પિટલ સીલ કરવાનું માત્ર નાટક, રિયાલટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરામાં પાર્કિંગની જગ્યાને લઈ મનપા દ્વારા હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે અનુસંધાને પાલિકાએ વડોદરાની વધુ 8 હોસ્પિટલ સીલ કરી હતી. આ સાથે 102 હોસ્પિટલોને નોટિસ આપ્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી.
ઝી બ્યુરો/વડોદરા: વડોદરા મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે હોસ્પિટલ સીલ કરવાનું માત્ર નાટક કર્યું છે. ખોડિયાર નગરમાં આવેલી આયુષ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ZEE24 કલાકે રિયાલટી ચેક કર્યું. જેમાં સામે આવ્યું કે હોસ્પિટલમાં માત્ર ચોથા અને પાંચમા માળે એક રૂમ જ સીલ કરાયો છે. પાર્કિંગમાં બનાવેલ મેડિકલ સ્ટોર પણ સીલ કરાયો નથી.
અજીબોગરીબ કિસ્સો! આંગડિયા લૂંટ કરી લૂંટારુઓએ પોલીસ પર હુમલો કર્યો, 11.25 લાખની લૂંટ
તો ન્યૂ VIP રોડ પર આવેલ પ્રાણાયામ હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી ન કરી. GDCRના નિયમોનો ભંગ કરી પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી નાંખ્યું છે. પાર્કિગની જગ્યા ન છોડતા દર્દીના પરિવારજનોને રોડ પર પાર્કિંગ કરવું પડે છે. હોસ્પિટલના સંચાલકોએ નિયમોની ઐસીતૈસી કરી બાંધકામ કર્યુ છે.
ઓ તારી! માત્ર 3 મિનિટમાં લક્ઝુરિયસ કારની ચોરી, દેશમાંથી 500 કાર ચોરાઈ, તપાસમાં મોટો
તબીબોને ધરતી ઉપર ભગવાનનું રૂપ માનવામાં આવે છે કારણ કે તેઓ લોકોના જીવ બચાવવાનું કામ કરે છે. પરંતુ જેઓને આ દરજ્જો આપવામાં આવ્યો છે તેઓની કામગીરી શેતાન જેવી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના અનેક હોસ્પિટલના તબીબો પોતાનો વ્યાપ અને વિસ્તાર વધારવા માટે નીતિ નિયમોને ઘોળીને પી ગયા છે. અને બિન્દાસ્ત રીતે ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. શહેરના 114 હોસ્પિટલ ને નોટિસ આપવામાં આવી હતી જેમાંથી માત્ર ત્રણ હોસ્પિટલને સીલ કરાતા પાલિકા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.
લવ સેક્સ-ધોખાનો કિસ્સો! સગીરા સાથે બે મિત્રોએ માણ્યું શરીરસુખ, થયો એવો કાંડ થયો કે..
તબીબો પાસે હંમેશા સમાજ કંઈક પ્રેરણા લેતો હોય છે પરંતુ સાંપ્રત સમયમાં આ તબીબો જ ગેરકાયદેસર કામગીરી કરી રહ્યા છે અને તેઓનું કોઈ શું બગાડી લેશે તે રીતે બિન્દાસ્ત બની ગયા છે. શહેરના કેટલાય તબીબોએ આડેધડ બાંધકામ કરી નાખ્યું છે. નીતિ નિયમોને નેવે મૂકીને મન મરજી મુજબ ઓળઘોળ થઇ ગયા છે. આવા કેટલાય તબીબો સામે પાલિકાએ 114 હોસ્પિટલને નોટિસ જારી કરી છે. પરંતુ તેના ઉપર હાલ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં! ગણેશ મહોત્સવનુ સ્ટેજ તોડી પાડ્યું, ઉત્સવ ન યોજવા