બકરૂ કાઢતા ઉંટ પેઠુ: 3 કરોડની લોન માટે વેપારીએ ગાંઠના 11 લાખની છેતરપિંડી આચરી
શહેરના વેપારીને ૩ કરોડની લોન આપવાના બહાને રૂપિયા 11 લાખની છેતરપિંડી કરનાર 5 આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ છેતરપિંડી માટે માત્ર બે દિવસ પૂરતી આંગડિયા પેઢી પણ ખોલી હતી. સાથે જ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ પણ તૈયાર કર્યા હતા. જોકે ફરિયાદીને છેતરપિંડીની ગંધ આવી જતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના વેપારીને ૩ કરોડની લોન આપવાના બહાને રૂપિયા 11 લાખની છેતરપિંડી કરનાર 5 આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ છેતરપિંડી માટે માત્ર બે દિવસ પૂરતી આંગડિયા પેઢી પણ ખોલી હતી. સાથે જ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ પણ તૈયાર કર્યા હતા. જોકે ફરિયાદીને છેતરપિંડીની ગંધ આવી જતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો.
SURAT માં અમદાવાદને પણ ટક્કર મારે તેવો 3904 કરોડનાં ખર્ચે રિવરફ્રંટ બનાવાશે
શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપીઓએ છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. અમદાવાદના વેપારીને ઠગવા માટે આરોપીઓએ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા, સાથે જ બે દિવસ માટે શ્રી કૃપા એન્ટરપ્રાઇઝના નામે આંગડિયા પેઢી પણ ખોલી હતી. જે ગુનામાં નવરંગપુરા પોલીસે પાંચ આરોપી ગૌરાંગ પંડ્યા, મહેશભાઈ ગોંડલીયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલભાઇ રાઠોડ અને સુનીલ પટેલની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં રામ શિવા નામનો ચેન્નઈનો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે.
VADODARA: ગૃહમંત્રી આગળ પીડિતાના પિતાની હૈયા વરાળ, 1 મહિનો છતા કોઇ નક્કર પરિણામ નહી
આરોપીની મોડસ ઓપરેન્ડી પણ નજર કરીએ તો અમદાવાદના વેપારી દેવાંગભાઈ શાહને ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરૂર હતી. જે માટે તેમણે ચેન્નઈના રામશિવાનો સંપર્ક કર્યો હતો. જેમાંથી અન્ય આરોપીની નંબર અને માહિતી ફરિયાદીને આપવામાં આવી. આરોપી ગૌરાંગ પંડ્યાએ ફરિયાદીને કહ્યું હતું, કે તેમને આઠ કરોડ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે. જેમાંથી પાંચ કરોડ રૂપિયા પાછા આપવાના રહેશે. અને ત્રણ કરોડ ફરિયાદીને પાંચ વર્ષ માટે વગર વ્યાજે વાપરવા માટે મળશે. જે માટે પહેલાં પાંચ લાખ રૂપિયા અને બાદમાં છ લાખ રૂપિયા તે મળી કુલ 11 લાખ 15 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી.
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં ધીરે ધીરે વિકરાળ થતો કોરોનાનો આંકડો, 36 દર્દી સાજા થયા
આરોપીઓ દ્વારા અવારનવાર ફરિયાદી પાસે માત્ર રૂપિયા માગવામાં આવતા હતા. પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી રૂપિયા ન મળતા છેતરપિંડી થયું હોવાની શંકા થઈ હતી. જેથી તપાસ કરતાં હકીકત સામે આવી અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube