VADODARA: ગૃહમંત્રી આગળ પીડિતાના પિતાની હૈયા વરાળ, 1 મહિનો છતા કોઇ નક્કર પરિણામ નહી

યુવતી પર વડોદરામાં થયેલા બળાત્કાર અને વરસાદ ખાતે ટ્રેનમાં કરાયેલી આત્મહત્યા મુદ્દે એક મહિનો થયા બાદ પણ હજુ સુધી પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. ત્યારે યુવતીના માતા-પિતાએ આજે સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી સંસ્થા સામે કડક કાર્યવાહી કરવાની સાથે જ જલ્દીથી તેમની દિકરીના મોત માટે જવાબદાર આરોપીઓને પકડી પાડવાની માંગણી કરી હતી. એક સવાલના જવાબમાં માતા-પિતાએ ગુજરાત પોલીસ ઉપર ભરોસો મૂક્યો હતો પરંતુ સાથે જ જો આ કેસમાં ન્યાય નહીં મળે તો તપાસ સીબીઆઇ જેવી સંસ્થાને સોંપવાની માંગણી પણ ભવિષ્યમાં કરવાની માતા-પિતાએ ચિમકી ઉચ્ચારી હતી. 

VADODARA: ગૃહમંત્રી આગળ પીડિતાના પિતાની હૈયા વરાળ, 1 મહિનો છતા કોઇ નક્કર પરિણામ નહી

નવસારી : યુવતી પર વડોદરામાં થયેલા બળાત્કાર અને વરસાદ ખાતે ટ્રેનમાં કરાયેલી આત્મહત્યા મુદ્દે એક મહિનો થયા બાદ પણ હજુ સુધી પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. ત્યારે યુવતીના માતા-પિતાએ આજે સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી સંસ્થા સામે કડક કાર્યવાહી કરવાની સાથે જ જલ્દીથી તેમની દિકરીના મોત માટે જવાબદાર આરોપીઓને પકડી પાડવાની માંગણી કરી હતી. એક સવાલના જવાબમાં માતા-પિતાએ ગુજરાત પોલીસ ઉપર ભરોસો મૂક્યો હતો પરંતુ સાથે જ જો આ કેસમાં ન્યાય નહીં મળે તો તપાસ સીબીઆઇ જેવી સંસ્થાને સોંપવાની માંગણી પણ ભવિષ્યમાં કરવાની માતા-પિતાએ ચિમકી ઉચ્ચારી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીમાં રહેતી યુવતીએ વલસાડ ખાતે ગુજરાત ટ્રેનના એક કોચમાં આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં યુવતીની ડાયરીમાંથી વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં બળાત્કાર થયાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે રેલવે પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી આરોપી સુધી પહોંચવા માટે આકાશ પાતાળ એક કર્યા છે.

જોકે હજુ સુધી તેમાં કોઇપણ પ્રકારની સફળતા હાથ લાગી નથી, ત્યારે યુવતીના માતા-પિતાએ આજે બપોરે સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. અંદાજે 20 મિનિટ ચાલેલી આ મુલાકાત બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હતો સમગ્ર મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જો કે યુવતીના માતા-પિતાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેમની દીકરી સાથે અગાઉ પણ બળાત્કારની ઘટના બની છે તેવું તેમના સાંભળવામાં આવ્યું છે. જો આ વાત સાચી હોય તો આ મામલે યોગ્ય તપાસ થવી જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઘટનાના આટલા બધા દિવસ થયા હોવા છતાં હજુ સુધી ગુજરાત પોલીસની ટીમ કોઈ નક્કર હકીકત સુધી પહોંચી નથી. 

એક મહિના બાદ પણ તેમને ન્યાય મળ્યો નથી યુવતીની મળી આવેલી ડાયરીમાંથી અનેક પાનાઓ ફાડી નાખવામાં આવ્યા છે તેમ છતાં જે સંસ્થામાં યુવતી કામ કરી રહી હતી. તેની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત દિલ્હીના અધિકારીનું દબાણ હોવાનું પણ માતા-પિતાએ ફરીથી જણાવ્યું હતું. સામાન્ય પરિવારમાંથી આવતા યુવતીના માતા-પિતાએ એમ પણ કહ્યું હતું કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી તેઓ શાંતિથી બેસી શક્યા નથી. પોતાની દીકરીની સાથે થયેલી ઘટના માં ન્યાય મળે તે માટે તેઓ તમામ દરવાજા ખખડાવી રહ્યા છે. હાલમાં તો ગૃહરાજ્યમંત્રી હર સંઘવીએ તેમને એ હૈયા ધરપત આપી છે કે જલ્દીથી આ કેસનો ઉકેલ લાવી દેવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે યુવતીની માતાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, અમને ગુજરાત પોલીસ પર ભરોસો છે. આશા પણ છે તે જલદીથી અમારી દીકરી ના મોત માટે જવાબદાર આરોપીઓને પકડી પાડવામાં આવશે. પરંતુ જો આવું ન થાય તો cbi જેવી એજન્સીને તપાસ સોંપવાની અમે માંગ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news