રાજકોટ : કોરોના મહામારીનાં કારણે હાલ સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ચાલી રહ્યું હતું. જો કે લોકડાઉન 4 માં અનેક પ્રકારની છુટછાટો આપવામાં આવી છે. 55 દિવસ સુધી ધંધો રોજગાર બંધ રહ્યા બાદ હવે ધીરે ધીરે બધુ જ પાટે ચડી રહ્યો છે. જો કે જે પ્રકારની હાલ સ્થિતી સર્જાઇ છે જેના કારણે હાલ ધંધો રોજગાર પાટે ચડાવવામાં ઘણી તકલીફ પડી રહી છે. આ ઉપરાંત ધંધાર્થીઓને ચાલી રહેલી લોનનાં હપ્તા, કારીગરો હિજરત કરી જતા યોગ્ય મજુરોનો અભાવ સહિતનાં અનેક મુદ્દે ટેન્શનમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલથી એસટી બસો રાબેતા મુજબ ચાલુ થશે, સરકારી ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે

આવા જ એક કિસ્સામાં રાજકોટનાં એક પ્લાસ્ટિકનાં કારખાનેદારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કારખાનાની ઉપરનાં ભાગે ઓરડીમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઇ છે. લોકડાઉન ખુલ્યા બાદ મંદીના કારણે ધંધો નહી જામે તો લીધેલી લોન કઇ રીતે ચુકવશે. આવા ટેન્શનમાં વાવડી રોડ પરની ગ્રીન આદર્શ સોસાયટીમાં રહેતા અશોક ભંડેરી નામનાં યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.


પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી

પોલીસ પ્રાથમિક તપાસ અનુસાર આજથી લોકડાઉન ખુલતા અશોકભાઇ અને તેના મોટા ભાઇ ઉમેશભાઇ સવારે ઘરેથી સાથે નિકળ્યાં હતા અને કારખાને પહોંચ્યા હતા. અશોક અને ઉમેશભાઇ કારખાના સામસામે જ છે. અહીં પહોંચ્યા પછી અશોકભાઇ સામેના કારખાનામાં બાચકાનાનાં સિલાઇ કરવા જઇ રહ્યા છે તેવું કહીને એકલા જ ગયા હતા. થોડા કલાક બાદ ઉપરનાં રૂમમાં અશોકભાઇ આત્મહત્યા કરેલી હાલતમાં જોવા મળ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર