પરખ અગ્રવાલ/બનાસકાંઠા: દાંતા તાલુકામાં રસુલપુરાની હિન્દૂ પરણિતાના મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. દાંતા તાલુકામાં રસુલપુરમાં રહેતા જ્યંતિભાઈ ઠાકોર પોતાના ખેતરમાં મુસ્લિમ ઈસમ નુરમહમ્દ મેહસાણીયા નામનો શખ્સ ભાગીયા તરીકે કામ કરતો હતો. જેણે પાંચ વર્ષ અગાઉ ખેતર મલિક જ્યંતિભાઈ ઠાકોરની પત્ની સવિતા સાથે પ્રેમ સબંધ બંધાતા આ ઘટનાને કરુણ અંજામ અપાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પોલીસમાં ભરતી થવા યુવતીએ વાપરી ગજબની બુદ્ધિ, કર્મચારીઓ પણ ચોંકી ગયા!


સવિતાના પતિ ભાગીયા નૂર મહંમદ પર પોતાની પત્નીના પ્રેમ સબંધને લઈ શંકા કરતા હતા. જેને લઈ તેની પત્ની અને પ્રેમી નૂર મહમદ ભાગીયાના પ્રેમ સબંધમાં કાંટા રૂપ બનતા પતિનું કાસળ કાઢવાનું આયોજન કર્યું હતું. જેને ભાગીયા નૂર મહંમદ એ પોતાની પ્રેમિકાના પતિ જયંતીભાઈને પોતાની કારમાં બેસાડી દાંતાના જ નારગઢ ગામે આવેલા ખેતરમાં લઇ ગયેલો, જ્યાં પત્ની સવિતાને તેનો પ્રેમી બંને મળી જયંતીભાઈને મારામારી કરી મકાઈના ડોડા વચ્ચે ગાળું દબાવી જયંતીભાઈને મોત નિપજાવ્યું હતું.


જોકે આ હત્યા છુપાવવા પત્ની અને તેના પ્રેમી ભાગીયા નૂર મહંમદે મૃતક જયંતીભાઈના મૃતદેહને દાંતાના હરિવાવ નજીક જાહેર રોડ ઉપર રઝળતો ફેંકી દીધો હતો. આ ઘટનાને લઈ બનાસકાંઠા પોલીસે હાથ ધારેલી તપાસમાં સમગ્ર ભાંડો ફોડી દેતા હત્યાના આરોપી પત્ની સવિતા અને તેના પ્રેમી નૂર મહંમદ મેહસાણીયાની ધરપકડ કરવામાં આવી છે.


ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ-બાબુઓ ફોનનો નથી કરતા ઉપયોગ, રેકોર્ડિંગનો ડર


જોકે પોતાના પ્રેમને પામવા પતિનું જ કાસળ કાઢી નાખવા ભાગીયા નૂર મહંમદ મેહસાણીયા એ હત્યા નિપજાવેલ તેને લઈ સમગ્ર ઠાકોર સમાજ સહીત હિન્દુ સમાજમાં ભારે ફિટકાર વરસી રહ્યો છે ને આવા વિધર્મી લોકો હિન્દૂ મહિલાઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી હત્યાને અંજામ આપી રહ્યા છે, ત્યારે પોલીસે પકડી પડેલા નૂર મહમદ મેહસાણીયાને ફાંસીની સજા આપવા ઠાકોર સમાજે માંગ કરી છે.


જોકે આવા બનતા બનાવોને લઈ વિધર્મી લોકો હિન્દૂ મહિલાઓને સાથે ફરી આવો વહેવાર ન કરે તે માટે આજે સમગ્ર દાંતા ગામના વેપારીઓએ પોતાના વેપાર ધંધા ઝડબેસલાક બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને તમામ લોકો એકઠા થઇ મૃતક જયંતિભાઈ ઠાકોરને શ્રધ્ધાંજલિ આપી હતી. તમામ ઠાકોર સમાજ તેમજ વિશ્ર્વહિન્દુ પરીષદ, બજરંગ દળ, સહીત હિન્દુ લોકોએ રેલી યોજી દાંતા પ્રાંત કચેરીએ પહોંચી સબ ડિવઝનલ મેજિસ્ટેટને આવેદન પત્ર પાઠવ્યું હતું. 


ગુજરાત પોલીસમાં ભરતી થવા યુવતીએ વાપરી ગજબની બુદ્ધિ, કર્મચારીઓ પણ ચોંકી ગયા!


સાથે આવા હત્યારાને ફાંસીનો સજા કરવા માંગ કરી હતી અને જે રીતે હત્યાને અંજામ આપવામા આવ્યો છે. જે જોતા એક કરતા વધુ આરોપીઓ હોવાની શંકાને લઈ તેમને શોધી તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. જો તેમ નહી કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


જોકે આ આવેદન પત્ર સ્વિકારી ઉપસ્થિત અધિકારીએ આવેદન પત્રને કલેકટરને મોકલી ઘટતી કરવા આવશે તેમ જણાવ્યુ હતું. આજે હજ્જારોની સંખ્યામાં નીકળેલી હત્યા વિરોધી રેલીમાં કોઈ અટક ચાળો ન થાય ને મામલો વધુ વણશેં નહીં તે માટે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.