ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. બીજી બાજુ આજે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર એવી ભાઈ બીજ છે. તમને જણાવી દઈએ કે હિન્દુ સંસ્કૃતિમાં ભાઇ અને બહેનના નામે બે તહેવારો આવે છે, જેમાં એક છે રક્ષા બંધન અને બીજો છે ભાઇ બીજ... રક્ષાબંધનમાં બહેન ભાઇના ઘરે જઇ રાખડી બાંધી રક્ષા અને લાંબા આયુષ્યની કામના કરે છે, જ્યારે ભાઇ બીજના દિવસે બહેન ભાઇને પોતાના ઘરે બોલાવી હેતથી જમાડે છે. પરંતુ આધુનિક સમયમાં ભાઈબીજની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજની 21મી સદીના જમાનામાં દરેક ચીજવસ્તુઓ કે તહેવારો બદલાયા છે, તેમ ભાઈ બહેનનો તહેવાર ભાઈબીજની ઉજવણીનો ટ્રેન્ડમાં પણ મોટો ફેરફાર થયો છે. આજના જમાનામાં બહેન ભાઇને સીધા હોટલ પર જમવા માટે નિમંત્રણ આપી રહ્યા હોય તેવી અહેવાલો સામે આવી રહ્યા છે. હવે હોટલ અને રેસ્ટોરા ખાતે ભાઈબીજની ઉજવણી થાય છે.


GUJARAT CORONA UPDATE: આજે 16 નવા કેસ નોંધાયા, 12 રિકવર, એક પણ મોત નહી


બહેનોનું માનવું છે કે જો ભાઇને ધરે જમવા બોલાવે તો બહેન રસોડામાં જ હોય અને ક્વોલીટી ટાઇમ ન આપી શકે. વળી દિવાળીના તહેવારના થાક બાદ શાંતિથી પરિવાર સાથે હોટલમાં જમી શકાય. બીજી બાજુ ભાઇનુ કહેવું છે કે બહેન જયાં પણ પ્રેમથી જમાડે ત્યાં જમવું પછી એ ઘર હોય કે હોટલ... શું કર્ક પડે છે. બહેનનો રસોઈમાંથી મુક્તિ મળે માટે હોટલ અને સેફ બેસ્ટ છે.


ટોક્યો પેરાઓલિમ્પિક વિજેતા ભાવિના પટેલનું માદરે વતનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત, જુઓ તસવીરો


અત્રે નોંધનીય છે કે, કોરોના મહામારીમાં બંધ થયેલા હોટલ- રેસ્ટોરા હવે દિવાળીના તહેવારોમાં ઉદ્યોગ પાટા પર પરત ફર્યો છે. બીજી બાજુ કોરોના કેસ ઓછા થતાં રાજ્ય સરકારે મોડી રાત્રી સુધીની આપેલી છુટ રેસ્ટોરાને ફળી છે. કોરાના અને લોકડાઉનના કારણે હોટલ અને રેસ્ટોરાના વ્યવસાયને સૌથી મોટી અસર પહોંચી હતી. તેમાંથી ઘણી રેસ્ટોરા નુકસાન ન સહન કરી શકવાને કારણે બંધ કરવાની હાલત આવી હતી. પરંતુ ફરી એકવાર તહેવોરામાં રેસ્ટોરાની રોનક પરત ફરતાં માલિકોને રાહત અનુભવી છે. દિવાળીનાં તહેવારમાં હોટલ અને રેસ્ટોરા ખાતે દોઢથી બે કલાકનું વેઇટીંગ જોવા મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube