અમદાવાદમાં કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ, આજે પાંચ લોકોને આપવામાં આવી રસી
કોરોના સામે લડવા માટે ભારતીય કંપની ભારત બાયોટેકે બનાવેલી કોવેક્સીન રસીની ટ્રાયલ અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે.
મૌલિક ધામેચા, અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની વેક્સીન કોવેક્સીન (covaccine) આવી ગઈ છે અને ખુશખબર એ છે કે, ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી આ કોવેક્સીનની ટ્રાયલ આજથી શરૂ થઈ ગઈ છે. આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કુલ પાંચ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. એક મહિલા અને ચાર પુરૂષને ટ્રાયલ વેક્સિન આપવામાં આવી છે. ગુજરાતમાં આજથી શરૂ થયેલી ત્રીજા ફેઝની ટ્રાયલમાં વોન્ટિયર્સ ઓછા આવતા હવે હોસ્પિટલ દ્વારા ફોન નંબર જારી કરી વોલેન્ટિયર બોલાવવામાં આવશે.
આજે પાંચ લોકોને આપી રસી
ભારતીય કંગની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની વેક્સિન કોવેક્સીનની આજથી ગુજરાતમાં ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ દિવસે કુલ પાંચ લોકોને આ ટ્રાયલ રસી આપવામાં આવી છે. રસી આપવા માટે હોસ્પિટલને ભારત બાયોટેક તરફથી તાલીમ આપવામાં આવી છે. આ રસી સ્વેચ્છાએ વોલેન્ટિયર બનતા લોકોને આપવામાં આવશે.
નારોલ બ્લાસ્ટમાં રિટાયર્ડ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું, મરનારા તમારા સગા હોત તો...??
કુલ 1 હજાર વોલેન્ટિયરને અપાશે રસી
હાલ વેક્સિનની ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં કુલ 1 હજાર વોલેન્ટિયરને પ્રથમ ડોઝ આપ્યા બાદ એક મહિના પછી બીજો ડોઝ આપવામાં આવશે. તેના પર એક વર્ષ સુધી અભ્યાસ ચાલશે. વોલેન્ટિયર્સની 15 દિવસે તપાસ અને રિપોર્ટ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ વોલેન્ટિયર્સ બનવા ઈચ્છે તેની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. વોલેન્ટિયરનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે. આ સાથે તેનામાં કોઈ એલર્જી છે કે નહીં તેની પણ તપાસ કરાશે. તો સોલા હોસ્પિટલ દ્વારા વેક્સિનની ઇન્કવાયરી માટે ફોન નંબર 9104553267 જાહેર કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube