સાંતલપુર : કંડલાથી પાલન પુર તરફ જઇ રહેલા ટ્રકનાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલ્ટી મારી ગયું હતું અને તેમાં એકા એક આગ ભડકી ઉઠી હતી. જો કે ટ્રક પલટ જવાને કારણે ડ્રાઇવર અને ક્લિનર તેમાં ફસાઇ ગયા હતા. આગ ધીરે ધીરે ભયાનક થઇ જતા બંન્ને વ્યક્તિઓ જીવતા જ તેમાં ભડથુ થઇ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ નશીલા પદાર્થોની હેરાફેરી માટેનું સ્વર્ગ બન્યું, 15 દિવસમાં 1 કરોડનું ચરસ જપ્ત

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સાંતલપુરથી રાધનપુર તરફ જઇ રહેલા ટ્રેલરને પીપળી નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાયવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ગાડી પલ્ટી મારી ગઇ હતી. જેના પગલે અચાનક ટ્રેલરમાં આગ ભડકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રેલર ચાલક અને ક્લીનર ગાડીમાં ફસાઇ ગયા હતા. બહાર નહી નિકળી શકવાને કારણે જીવતા ભડથુ થઇ ગયા હતા. 


ગુજરાતમાં આજના દિવસમાં કુલ 480 નવા કેસ, 319 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા

પોલીસ તપાસ ચાલુ
પોલીસે તપાસ હાથ ધરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે, ગાડીમાં કોઇ જ સામાન બચ્યો નહોતો. જો કે ડ્રાઇવર ક્લિનરની પણ ઓળખ કરવી મુશ્કેલ બની હતી. હાલ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર