અમદાવાદના આ કાકા રોડના ખાડામાં પડ્યા અને AMCએ ચૂકવ્યા 1.40 લાખ
જો તમે અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ઉબડ ખાબડ રોડ પર વાહન લઇને પસાર થતા હોવ અને વાહન સ્લીપ થતાં તમે પડી જાવા તો કોણ જવાબદાર વાહન ચાલક કે અમદાવાદ મહાનગર પાલીકા ના બંને માંથી કોઇ નહી જવાબદાર છે રોડ બનાવાનાર કંપની આ વાત સાબીત કરી અમદાવાદ મહાનગર પાલીકાએ કરી છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: જો તમે અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ઉબડ ખાબડ રોડ પર વાહન લઇને પસાર થતા હોવ અને વાહન સ્લીપ થતાં તમે પડી જાવા તો કોણ જવાબદાર વાહન ચાલક કે અમદાવાદ મહાનગર પાલીકા ના બંને માંથી કોઇ નહી જવાબદાર છે રોડ બનાવાનાર કંપની આ વાત સાબીત કરી અમદાવાદ મહાનગર પાલીકાએ કરી છે.
વાત છે 28 ઓગસ્ટ 2017ની જ્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર શાહ પોતના કામથી ઉસ્માનપુરા સિવિક સેન્ટર ખાતે જઇ રહયા હતા વરસાદની મોસમ હોઇ રસ્તાઓ ધોવાયેલા હતા અને ઘણા સ્થળોએ રોડ પર ખાડા પડેલા હતા ઉસ્માનપુર જતી વખતે નારણપુરા ક્રોસીંગ ખાતે તેમનું એક્ટીવી સ્લીપ થઇ જતાં દેવેન્દ્ર શાહ નીચે પટકાયા તેમની પાંસળીમાં બે અને હાથ પર બે ફેક્ચર થયા ડોક્ટરે તેમને 65 દિવસના બેડ રેસ્ટની સલાહ આપી હતી.
આ સમય દરમ્યાન તેમનો વ્યવસાય તદ્દન ઠપ્પ થવાનો હતો. આ કપરા સમયમાં દેવેન્દ્ર ભાઇના દિકરા અને તેમના મિત્રએ અમદાવદા મહાનગર પાલિકા પાસે વળતર માંગવા સલાહ આપી અને દેવેન્દ્ર ભાઇએ અમદાવાદ મહાનગર પાલિકાને લેખીત નોટીસ મોકલી બે લાખના વળતરની માંગ કરી હતી. દેવેન્દ્ર શાહે નોટીસમાં ઉલ્લેખ કર્યો કે તેઓ અમદાવાદ મહાનગર પાલિકાના ટેક્સ ચુકવે છે જેના પ્રમાણમાં તેમને રોડ પાણી ગટર જેવી પાયાની સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં મળતી નથી.
સૌથી વધુ નિકાસમાં અને જીડીપીમાં પણ ગુજરાત અગ્રેસર: મુખ્યમંત્રી વિજય રૂપાણી
અમદાવાદ મહાનગર પાલિકાની બેદરકારીને કારણે આજે તેમને બેડ રેસ્ટ કરવાની ફરજ પડી છે. આ નોટીસ મોકલ્યા બાદ દેવેન્દ્ર ભાઇએ અમદાવાદ મહાનગર પાલિકાના દસ ધક્કા ખાધા અને છેવટે સાબિત થયુ કે, રસ્તાઓ પર ખાડા હોવાથી અને તેમાં પાણી ભરાયુ હોવાથી દેવેન્દ્ર શાહનો અકસ્માત થયો અને તેઓ ઘવાયા જોકે અમદાવાદ મહાનગર પાલિકાએ નહી પણ રસ્તો બનાવનાર કંપનીએ દેવેન્દ્ર શાહને એક લાખ 40 હાજાર વળતર ચુકવ્યુ. વળતર મળ્યા બાદ દેવેન્દ્રભાઇ સંતુષ્ટ છે અને અમદાવાદના નગરજનોને પોતાના અધિકારો માટે જાગૃત થવા કહે છે.
અમદાવાદના રોડ રસ્તા ઉબડ ખાબડ હોવા અને રસ્તામાં ભુવા પડવાએ સામાન્ય બાબત થઇ ગઇ છે. આ ખાડા અને ભુવામાં નગરજનોના વાહન સાથે પડવાના અને તેમાં મૃત્યુ પામવાના અનેક કિસ્સા બન્યા છે. જો કે ખાડાના કારણે પડી જવાથી ઇજા થતાં વળતરની માંગ કરી દેવેન્દ્ર શાહે નવો ચીલો ચીતર્યો અને અમદવાદ મહાનગર પાલિકા વતી કોન્ટ્રક્ટર કંપનીએ વળતર ચુકવી સાબીત કર્યુ કે, ખરાબ રસ્તા માટે તેઓ જવાબદાર છે. આ કિસ્સા બાદ અમદાવાદ મહાનગર પાલિકામાં વળતર માટેની માંગ વધે તો નવાઇ નહી.