પંચમહાલની બહેનોની અનોખી પહેલ: કેસુડાના ફુલનું શહેરમાં વેચાણ, મળશે રોજગારી
જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગ માં રંગાયેલ જોવા મળે છે કેમ કે હાલ પંચમહાલ ના જંગલો માં કેશુડો શોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીક માં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરા ના વૃક્ષ પર જાણે સુંદરતા નો અતિરેક કરી નાખતી હોય એમ ખાખરા ના વૃક્ષ પર જે કેસૂડાં ના ફૂલ આવે છે એ ફૂલ થી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. પંચમહાલ સહીત આસપાસ ના વિસ્તારો માં હોળી પહેલા ઉગી નીકળતા કેશુડા ના ફૂલ માત્ર ફૂલ અને તેના રૂપ થી મનગમતો હોય એવું નથી કેશુડો તેના ઘણા બધા ગુણો થી પણ મનગમતો છે. પ્રથમ તો આ કેશુડો હોળી ના તહેવાર માં ધુળેટી રમવા માટે ના કુદરતી રંગ આપનાર ફૂલ છે, કેશુડા ના ફૂલ ને મસળી ને એમાંથી નીકળતા રંગ ની ધુળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજાર માં મળતા સિન્થેટિક કલર જે શરીર ને નુકશાન કારક હોય છે તેના કરતા કેશુડો રંગ માં શરીર ને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેશુડા માં આવેલ આયુર્વેદિક ગુણ તેના ઉપયોગ માં લેવા થી અનેક રોગો સામે પણ ફાયદો આપે છે કેસૂડાં ના ફૂલ માત્ર સૌંદર્ય વર્ધક ગુણો માત્ર ધરાવતો નથી પરંતુ કેશુડો શીત કારક પ્રભાવ પણ ધરાવતો હોઈ તેના ઉપયોગ માત્ર થી ઠંડક મળે છે અને આમેય પંચમહાલ ના લોકો તો વર્ષો થી એક ઔષધિ અને શીતપેય તેમજ શરીર પાર ચામડી નો કોઈ રોગ હોય તો કેશુડા નો ઉપયોગ કરે જ છે
પંચમહાલ: જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગ માં રંગાયેલ જોવા મળે છે કેમ કે હાલ પંચમહાલ ના જંગલો માં કેશુડો શોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીક માં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરા ના વૃક્ષ પર જાણે સુંદરતા નો અતિરેક કરી નાખતી હોય એમ ખાખરા ના વૃક્ષ પર જે કેસૂડાં ના ફૂલ આવે છે એ ફૂલ થી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. પંચમહાલ સહીત આસપાસ ના વિસ્તારો માં હોળી પહેલા ઉગી નીકળતા કેશુડા ના ફૂલ માત્ર ફૂલ અને તેના રૂપ થી મનગમતો હોય એવું નથી કેશુડો તેના ઘણા બધા ગુણો થી પણ મનગમતો છે. પ્રથમ તો આ કેશુડો હોળી ના તહેવાર માં ધુળેટી રમવા માટે ના કુદરતી રંગ આપનાર ફૂલ છે, કેશુડા ના ફૂલ ને મસળી ને એમાંથી નીકળતા રંગ ની ધુળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજાર માં મળતા સિન્થેટિક કલર જે શરીર ને નુકશાન કારક હોય છે તેના કરતા કેશુડો રંગ માં શરીર ને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેશુડા માં આવેલ આયુર્વેદિક ગુણ તેના ઉપયોગ માં લેવા થી અનેક રોગો સામે પણ ફાયદો આપે છે કેસૂડાં ના ફૂલ માત્ર સૌંદર્ય વર્ધક ગુણો માત્ર ધરાવતો નથી પરંતુ કેશુડો શીત કારક પ્રભાવ પણ ધરાવતો હોઈ તેના ઉપયોગ માત્ર થી ઠંડક મળે છે અને આમેય પંચમહાલ ના લોકો તો વર્ષો થી એક ઔષધિ અને શીતપેય તેમજ શરીર પાર ચામડી નો કોઈ રોગ હોય તો કેશુડા નો ઉપયોગ કરે જ છે
હોળી અને ધૂળેટીના પ્રસંગે કાળીયા ઠાકરનાં દર્શને ભક્તોનું ઘોડાપુર
ફાગણ માસમાં પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર-ઠેર કેસૂડાના ખરેલા ફૂલોથી ધરતી છવાયેલી છે ત્યારે આ ફૂલોના વેચાણમાંથી વધારાની આવક ઉભી કરી રહી કાલોલ તાલુકાના નેસડા ગામ ની ધરતીધન ખેડૂતમંડળની બહેનોએ એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આત્મા પ્રોજેક્ટ કચેરી અને ખેતીવાડી વિભાગના સહયોગથી કાલોલના નેસડા ગામની મહિલાઓએ વેસ્ટ જતા ફૂલોને એકત્રિત કરી કાલોલ એપીએમસી માર્કેટ ખાતે સ્ટોલ લગાવી વેચાણ કર્યું હતું. મંડળના પ્રમુખ નિયતીબેન સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે જંગલમાં વેરાઈ રહેતા આ ફૂલો થોડા દિવસમાં બગડી જતા હોય છે. જ્યારે શહેરમાં અદભુત ઔષધીય ગુણો ધરાવતા આ ફૂલોની માંગ સારી રહે છે. ચામડીના દર્દો સહિતના રોગોમાં ઉપચાર તરીકે વપરાતા આ ફૂલોનો ઉપયોગ પ્રાકૃતિક રંગ બનાવવા પણ થાય છે. જેથી હોળીના તહેવાર ટાણે તેની સારી માંગ રહે છે. આ પાસાઓને ધ્યાનમાં રાખીને મંડળે આ ફૂલોને એકત્રિત કરી તેના વેચાણ મારફતે વધારાની આવક મેળવવાનું વિચાર્યું હતું.
દરિયાપુરમાં શાહીનબાગવાળી? પોલીસ દ્વારા RAFને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ
આત્મા પ્રોજેક્ટર કચેરી સાથે ખેડૂતમિત્ર તરીકે સંકળાયેલા નેસડાના અજિતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મંડળની બહેનોએ પોતપોતાના ખેતરના શેઢા પાસેથી ખરી પડેલા કેસૂડાના ફૂલો વીણી તેમજ વૃક્ષો પરથી આ ફૂલો એકત્રિત કરી કાલોલ ખાતે આત્મા પ્રોજેક્ટ કચેરીની સહાયથી વેચાણ હાથ ધર્યું હતું. સ્ટોલ પરથી એક દિવસમાં 54 કિલો જેટલા ફૂલોનું વેચાણ થયું હતું. ફૂલોની ગુણવત્તા પ્રમાણે ગ્રેડિંગ હાથ ધરી રૂ. 25 પ્રતિ કિલોથી રૂ.150 પ્રતિ કિલોના ભાવે તેનું વેચાણ કરવામાં આવ્યું હતું. આવતા વર્ષથી વધુ વ્યવસાયિક રીતે તેનું એકત્રીકરણ અને વેચાણ હાથ ધરવાની ઈચ્છ। તેમણે વ્યક્ત કરી હતી.
ભાવનગરનાં મહારાજે ભોય સમાજની મહિલાઓને બેઇઝ આપી કુલી તરીકે પરવાનગી આપી હતી
કેસુડાના પાનનો ઉપયોગ દસકા પહેલા જમવા માટેના પડિયા, પતરાળા બનાવવામાં થાય છે. કેસુડાનું મૂલ્યવર્ધન કરીને ઘણી કંપનીઓ તેમાંથી સૌંદર્ય પ્રસાધનો ઔષધિઓ બનાવી રહી હોવાથી કેસુડાના ફુલોનું સારૂ બજાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત હોળીની ઉજવણીમાં પણ કેસૂડાના ફુલોનું અનેરૂ મહત્વ રહ્યું છે. આ વિસ્તારમાં કેસુડાના પ્રાકૃતિક રંગોથી વર્ષોથી ધૂળેટી ઉજવવામાં આવે છે. હાલમાં કેમિકલયુક્ત રંગોથી ધૂળેટી રમવાના કારણે ચામડીની સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે પણ લોકો કેસૂડાના ફૂલોથી અને તેમાંથી બનાવેલા પ્રાકૃતિક રંગોથી હોળી રમવાનું મહત્વ સમજે તે અગત્યનું છે.
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ કેસમાં નાટ્યાત્મક વળાંક, પોલીસે બાળકોને દેખાડ્યા પોર્ન ?
આત્મા પ્રોજેક્ટ કેસૂડાના ફૂલોનું વ્યવસાયિક રીતે વેચાણ કરવા ઈચ્છતા મહિલાઓ અને ખેડૂતોને ખરીદદારો સાથે સંપર્ક કરાવી આપવા ઉપરાંત સેવાસદન, એપીએમસી તેમજ તાલુકાકક્ષાના જાહેર સ્થળોએ વેચાણ માટે સ્ટોલ લગાવવા સહિતની બજારવ્યવસ્થા ગોઠવવામાં સહયોગ આપી રહી છે. આ પહેલનો હેતુ ગ્રામ્યકક્ષાએ કેસૂડાનું વેચાણ, શહેરોમાં ઉપયોગ વધે તેમજ લોકોમાં કેસૂડાના ઔષધીય ગુણો વિશે જાગરૂકતા વધે અને ગ્રામ્ય વિસ્તારની બહેનો તેના વેચાણથી પૂરક આવક મેળવે તેવો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube