નવનીત દલવાડી/ ભાવનગર : સમગ્ર ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી એ કોરોના વેક્સિનનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે. વેક્સિનના આગમન સાથે લોકોની આતુરતાનો અંત આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કોરોના વેક્સિન ફાળવણી કરવામાં આવી છે. ભાવનગર વિભાગમાં કોરોના વેક્સિનના 60 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે. જે વેક્સિનની પાંચ જિલ્લામાં વહેંચણી કરવામાં આવશે. તેમજ જાહેરાત થતાની સાથે જ 16 જાન્યુઆરીથી તમામ જગ્યાઓ પર વેકસીનેશનની શરૂઆત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update : 602 નવા દર્દી 755 સાજા થયા 03 દર્દીના મોત


વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ એકજૂથ બની લડી રહ્યું છે, ત્યારે કોરોનાસુરને હરાવવા માટે ગુજરાતમાં કોરોનાની વેક્સિનનું આગમન થઈ ગયું છે. જેમાંથી ભાવનગર વિભાગમાં આવતા અમરેલી, ગીર સોમનાથ સહિતના 5 જિલ્લા માટે સરકાર દ્વારા 60 હજાર વેક્સિનની ફાળવણી કરી છે. જે વેક્સિન સાંજે 6 વાગે ભાવનગરના બહુમાળી ભવન ખાતે આવેલા ખાસ વેક્સિન સ્ટોર પર આવી પહોંચી હતી. કલેકટર, આરોગ્ય અધિકારી સહિતના લોકોએ ઉપસ્થિત રહી કુમકુમ તિલક સાથે વેક્સિનનું સ્વાગત કર્યું હતું. 


રાજકોટ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશ્નર જાહેર રોડ પર હાથમાં હોકી સાથે નિકળ્યાં !


હાલમાં તમામ વેક્સિનને ખાસ પ્રકારના તૈયાર કરાયેલા સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવી છે. જેને તબક્કાવાર વિભાગના તમામ જિલ્લામાં ફાળવણી કરવામાં આવશે. સરકારની જાહેરાત થતાની સાથે જ 16 મી જાન્યુઆરીથી વેકસીનેશનની શરૂઆત કરવામાં આવશે. જેમાં પ્રથમ ચરણમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેકસીનેશન કરવામાં આવશે. ત્યાર બાદ બીજા અને ત્રીજા ચરણ મુજબ વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube