રાજકોટ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશ્નર જાહેર રોડ પર હાથમાં હોકી સાથે નિકળ્યાં !

શહેરમાં આજે સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટની ટીમને સાથે રાખીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર એ.આર સિંહ નિકળ્યાં હતા. ગાડીના બદલે તેમણે પગે ચાલીને જ શહેરના રાજમાર્ગોને માપ્યા હતા. જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓ પાસેથી દંડ વસુલ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એ.આર સિંહ ગત્ત મહિને પણ હોકી સ્ટીક સાથે રાજમાર્ગો પર નિકળ્યાં હતા. આ બીજી વખત તેઓ હોકી સ્ટીક સાથે નિકળ્યાં હતા. 
રાજકોટ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશ્નર જાહેર રોડ પર હાથમાં હોકી સાથે નિકળ્યાં !

રાજકોટ : શહેરમાં આજે સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટની ટીમને સાથે રાખીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર એ.આર સિંહ નિકળ્યાં હતા. ગાડીના બદલે તેમણે પગે ચાલીને જ શહેરના રાજમાર્ગોને માપ્યા હતા. જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓ પાસેથી દંડ વસુલ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એ.આર સિંહ ગત્ત મહિને પણ હોકી સ્ટીક સાથે રાજમાર્ગો પર નિકળ્યાં હતા. આ બીજી વખત તેઓ હોકી સ્ટીક સાથે નિકળ્યાં હતા. 

ડેપ્યુટી કમિશ્નર એ.આર સિંહે જણાવ્યું કે, કેટલાક લોકો કોરોના કાળ હોવા છતા સ્વચ્છતાનું પાલન કરતા નથી. વારંવાર ચેતવણીઓ આપવા છતા પણ તેઓ સમજવા માટે તૈયાર નથી. તેઓને કાયદાનું ભાન કરાવવું ખુબ જ જરૂરી છે. તેઓ કાયદો પોતાનાં ખિચ્ચામાં હોવાનાં વહેમ સાથે જીવતા લોકોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. હાલમાં જ એક લારી ચલાવતા વ્યક્તિ દ્વારા દબાણ શાખાના ઇન્સપેક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. સમાજમાં આ પ્રકારનાં લોકોને કડક સંદેશો મળે તે માટે કડક કાર્યવાહી પણ જરૂરી છે. આવા લોકો કાયદાની ભાષા નહી હોકીની જ ભાષા સમજે છે. તેથી હાથમાં હોકી સ્ટીક હોવી જરૂરી છે. 

અત્રે નોંધનીય છે કે, ગત્ત મહિનાના રાઉન્ડ દરમિયાન પણ સિંહે હાથમાં હોકી સ્ટીક રાખી હતી. તે દરમિયાન તેમણે જાહેર રસ્તા પર ગંદકી કરનારા 116 ધંધાર્થીઓને દંડ્યા હતા. 44 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. જો કે ડેપ્યુટી કમિશ્નરની આ તસ્વીરો અંગે સોશિયલ મીડિયામાં લોકોના મિશ્ર પ્રતિભાવ આવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, ડેપ્યુટી કમિશ્નર સ્તરનો અધિકારી આ રીતે હોકી સ્ટીક લઇને લુખ્ખાની જેમ જાહેરમાં ફરીને શું સંદેશ આપવા માંગે છે? જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, જે પ્રકારે કેટલાક ધંધાર્થીઓ કાયદાથી જરા પણ ડરતા નથી તેમની સાથે આ રીતની કાર્યવાહી જરૂરી છે. ડેપ્યુટી કમિશ્નર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું તેઓ સમર્થન કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news