મિતેશ માળી/વડોદરા: પાદરામાં કોરોનાના કેસોમાં સતત થઇ રહેલા વધારો તંત્ર માટે ચિંતાજનક બન્યો છે. ગ્રામ્ય અને પાદરા શહેર આજે નવા 7 કેસો મળી કુલ 92 એ આંકડો પહોંચી ચુક્યો છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ તથા જિલ્લા પોલીસ વડા સહિત વહીવટીતંત્ર પાદરા દોડી આવ્યા. કલેકટરે પાલિકાના અધિકારીઓનો ઉઘડો લીધો. પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર તેમજ ભાજપના મહામંત્રી શૈલેષ સ્વામી દ્વારા તંત્ર પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર હાઇવે પર ટ્રકને અટકાવીને ચેકિંગ કરતા અંદરથી મળ્યો લાખો રૂપિયાનો દારૂ


જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસો પાદરામાં છે. આજે પાદરામાં 6 સહિત ગ્રામ્ય વિસ્તારમાં 1 સાથે કુલ 92 કેસો અત્યાર સુધી નોંધાયા છે. ત્યારે વહીવટીતંત્રની ચિંતામાં વધારો થતા પાદરા ખાતે જિલ્લા કલેકટર શાલીન અગ્રવાલ તથા જિલ્લા પોલીસવડા સુધીર દેસાઈ તથા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ પાદરામાં દોડી આવ્યા હતા. આજે તાલુકામાં 2 સહિત પાદરામાં 6 મળી ને કુલ 7 અત્યાર સુધી 92 કુલ પોઝિટિવ સામે આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા મોબાઈલ હેલ્થ  યુનિટ આરોગ્ય સંજીવની રથની મુલાકાત લીધી હતી. લારી ગલ્લા ધારકોનું જેઓનું સ્ક્રેનિગ કરવામાં આવ્યું હતું તેનું મુલાકાત લીધી હતી. પાદરા st ડેપો અને ઘાયજ રોડ પર પણ મુલાકાત લીધી હતી.


કોરોના કેસ 600ને પાર, કચ્છ આર્મી કેન્ટોનમેન્ટમાંથી 11 પોઝિટિવ કેસ આવતા હડકંપ


પાદરામાં જ્યાં વધુ કોરોનાના પોઝિટિવ કેસો આવ્યા છે, તે વૈકુંઠ ધામ સોસાયટીની કલેકટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સોસાયટીના રહીશો સાથે વાત ચિત કરી હતી. સાથે અહીહત સોસાયટીમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં કલેકટરની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા સુપર સ્પ્રેડર APMC શાક માકેટની મુલાકાત અનેક સૂચનાઓ આપી તેંનું કડક પાલન કરવા માટે નિર્દરેશ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મામલતદાર કચેરી ના સભાખંડમાં પાદરા ના અગ્રણીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી પાદરા ના આગેવાનોએ કલેકટર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube