કોરોના કેસ 600ને પાર, કચ્છ આર્મી કેન્ટોનમેન્ટમાંથી 11 પોઝિટિવ કેસ આવતા હડકંપ
રાજ્યમાં આજ રોજ 615 નવા દર્દી નોંધાયા છે. જ્યારે બીજી તરફ 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,57,148 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 10, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 2, રાજકોટ કોર્પોરેશન 1, ગાંધીનગર 1, બોટાદ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, આ પ્રકારે કુલ 18 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1790 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,35,954 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,32,524 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3430 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
Trending Photos
ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 615 નવા દર્દી નોંધાયા છે. જ્યારે બીજી તરફ 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,57,148 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 10, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 2, રાજકોટ કોર્પોરેશન 1, ગાંધીનગર 1, બોટાદ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, આ પ્રકારે કુલ 18 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1790 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,35,954 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,32,524 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3430 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
આજના રાજ્યમાં કુલ 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 199, સુરત કોર્પોરેશન 69, વડોદરા કોર્પોરેનનાં 10, નવસારીના 2, મહેસાણા 2, અમદાવાદ 19, આણંદ 8, કચ્છ 2, ગાંધીનગર 7, ભરૂચ 7, સાબરકાંઠા 4, સુરેન્દ્રનગર 9, જામનગર કોર્પોરેશન 8, અરવલ્લી 8, પંચમહાલ 3, ખેડા 3, નર્મદા 1, અમરેલી 3, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 3, બોટાદ 1, જામનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 5, આ પ્રકારે કુલ 379 લોકો ઘરે પરત ફર્યા હતા.
રાજના રાજ્યમાં 615 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 197, સુરત કોર્પોરેશન 174, વડોદરા કોર્પોરેશન 36, નવસારી 21, મહેસાણા 16, અમદાવાદ 14, વડોદરા 11, આણંદ 11, કચ્છ 11, સુરત 10, ભાવનગર કોર્પોરેશ, રાજકોટ કોર્પોરેશન, ગાંધીનગર અને ભરૂચમાં 8-8 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સાંબરકાંઠા, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરમાં 7, ભાવનગર 6, જામનગર કોર્પોરેશન 5, અરવલ્લી 5, પંચમહાલ 5, વલસાડ 5, રાજકોટ 4, ખેડા 3, નર્મદા 3, અમરેલી 3, મોરબી 3, જૂનાગઢ કોર્પોરેશન, પાટણ, બોટાદ, જામનગર, ગીર સોમનાથ, દાહોદ અને જૂનાગઢમાં 2-2 કેસ, ગાંધીનગર કોર્પોરેશન, બનાસકાંઠા, મહીસાગર, તાપી અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 615 કેસ આજના દિવસમાં નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ કુલ એક્ટિવ કેસ 6566 છે. જેમાં વેન્ટીલેટર પર 69 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 6497 દર્દીઓ છે. જ્યારે 22417 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1790 પર પહોંચ્યો છે.
જો કે ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર પોતાની વાહવાહી કરવાનું ચુકતી નથી. કેન્દ્રમાં કામગીરીની સમીક્ષા અંગે આવેલી ટીમને પણ સિવિલ હોસ્પિટલથી દુર રખાઇ હતી. સારું સારુ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતા પણ લવ કોર્પોરેશનની કામગીરી અંગે ન માત્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો પરંતુ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે