ઇડર : જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એને અટકાવવા માટે સરકારના અનલોક માં પણ લોકો સ્વયભું લોકડાઉન પાળી રહ્યા છે.જીલ્લાના ખેડબ્રહ્મા , વડાલી , વિજયનગર શહેર સ્વયંભુ બંધ રહ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા ગામ સ્વયભું સાત દિવસ માટે બંધ પાળ્યું છે અને તેનું પરિણામ પણ મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: ભાડા કરારના નામે પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજમાં સહી કરાવીને છેતરપિંડી


સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે.અત્યાર સુધીમાં સાબરકાંઠા જીલ્લામાં ૯૦૦ થી વધુ કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે ત્યારે જીલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા , વડાલી , વિજયનગર શેહર એક સપ્તાહ સુધી સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો બાદ માં ગ્રામ્ય પંથક માં પણ કોરોના સંક્રમણ વધવાને લઇ ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી ગામને સાત દિવસ માટે સવ્ય્ભું બંધ રાખ્યું છે,હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામમાં કોરોના સંક્રમણ વધવાને લઇ ગામના આગેવાનો સરપંચ અને પંચાયત ના સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામ માં સાત દિવસ નો સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેમાં તમામ ગ્રામજનો એ સહમતી દર્શાવતા ગામએ સાત દિવસ માટે બન્ધ પાળ્યો છે.


11 લાખની નકલી નોટ કેસમાં 3 વર્ષથી નાસતો ફરતો આરોપી સાબરકાંઠાથી ઝડપાયો


સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ હાથરોલ ગામ માં આશરે ૨૦૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંક્રાયેલ છે ત્યારે ગામ માં ૧૬ જેટલા લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે અને અત્યારે હાલ માં ૩ જેટલા લોકો હોસ્પીટલમાં કોરોના ની સારવાર લઇ રહ્યા છે સાથેજ કેટલાક સ્થાનિક લોકોને હોમ કોરેન્ટાઈન કરેલ છે ત્યારે આગામી સમય માં વધુ લોકો સંક્રમિત નાં થાય એને ધ્યાને લઇ ગામને સાત દિવસ માટે સ્વયંભુ બંધ રાખવનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગામમાં માત્ર સાંજે ૨ કલાક માત્ર આવશ્યક સેવાઓ માટેજ છૂટ આપવામાં આવી છે.ખેતી સાથે સંક્રાયેલ લોકો અને જીવન જરૂરિયાત ની સાધન સામગ્રી માટે  સાંજે બે કલાક માં ખેતી કરવા માટેજ ઘરની બહાર આવતા હોય છે,ગામ માંથી બજાર તરફ ધંધાર્થે જતા સ્થાનિકો પણ સાત દિવસ માટે સ્વયંભુ ઘરમાંજ રહેવાનો નિર્ણય લીધેલ છે. એક તરફ કોરોના નું સંક્રમણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે સાથેજ રાજ્ય સરકાર અલગ અલગ તબક્કાઓમાં બધી છૂટ છાટ આપી રહી છે તો બીજી તરફ વધતા સંક્રમણને અટકાવવા માટે સ્થાનિકો સ્વયંભૂ બંધ પાળીને વધતા સંક્રમણ ને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube