છોટાઉદેપુરઃ જિલ્લાના પાવીજેતપુરમાં થયેલા ભારે વરસાદની સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં વસવા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પાવીજેતપુર રેલવે ગરનાળા પાસે આવેલ બ્રિજની લગભગ 80 ફુટ લાંબી સંરક્ષણ દીવાલ ધરાશાયી થઈ છે. છોટાઉદેપુર વડોદરા નૅશનલ હાઇવે રોડ ઉપર આવેલ બ્રિજની બાજુમાં સંરક્ષણ દીવાલ ધરાશાયી થતાં રોડની બાજુમાં મોટા પાયે માટીનું ધોવાણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નૅશનલ હાઇવે ઓથોરીટીના અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે. તંત્ર તરફથી સાવચેતીના ભાગ રૂપે આ જગ્યાએ રોડની એક તરફથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હાઇવે ઓથોરીટીના નાયબ કાર્યપાલક ઈજનેરનું કહેવું છે કે હાઇવે રોડને ધ્યાનમાં રાખી તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવશે. 


PAYTM KYC અપડેટ કરવાના નામે છેતરપિંડી, અમદાવાદમાં મોટા રેકેટનો પર્દાફાશ  


કચેરીમાં ભરાયા પાણી
પાવીજેતપુર માર્ગ અને મકાન વિભાગની કચેરી સંકુલમાં પાણીમાં વરસાદી પાણી ભરાયા છે. કચેરીના પટાંગણમાં ઘૂટણસમા પાણી ભરાયા છે. સાથે બાજુમાં આવેલ મામલતદાર નિવાસ સ્થાનના પટાંગણમાં પણ પાણી ભરાયા છે. ચોમાસામાં તાલુકામાં વરસાદ હોય ત્યારે કોઈ જગ્યાએ પાણી ન  ભરાય અને ભરાય તો તેના નિકાલ કરવા ડેમેજ કન્ટ્રોલ કરવાની જેની જવાબદારી છે. એવા આ અધિકારીઓની કચેરી અને નિવાસ સ્થાન સંકુલમાં પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે.


જુઓ LIVE TV


 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube