કચ્છના ફતેહગઢમાં અચાનક એલિયન જેવું બલુન આવી પટકાયું અને પછી...
રાપર તાલુકાના ફતેહગઢ ગામની સીમમાં આજે સવારે એક ખેતરમાં વેધર બલૂન નીચે પડતાં લોકોમાં થોડીકવાર માટે ગભરાટ અને કુતૂહલ ફેલાયું હતું
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ : રાપર તાલુકાના ફતેહગઢ ગામની સીમમાં આજે સવારે એક ખેતરમાં વેધર બલૂન નીચે પડતાં લોકોમાં થોડીકવાર માટે ગભરાટ અને કુતૂહલ ફેલાયું હતું. જો કે, જાણકાર માણસોએ આ વેધર બલૂન હોવાનું જણાવતાં લોકોને હાશ થઈ હતી અને પછી તો યુવાનો ફુગ્ગાને ફુલાવીને મસ્તી કરવા માંડ્યા હતા! ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે, હવામાન કેન્દ્રો દ્વારા હવાના ઉપલા સ્તરમાં પવનની ઝડપ, ભેજ, દિશા, દબાણ, તાપમાન વગેરેનું માપન કરવા માટે દરરોજ વેધર બલૂન છોડવામાં આવતા હોય છે. આ બલૂન પણ ભુજ હવામાન કચેરીનું હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે એકવાર આકાશમાં છોડ્યા બાદ આ બલૂન નીચે આવે ત્યારે તે કોઈ કામનું રહેતું નથી.
સુરત : દીકરાના વિરહમાં માતાપિતાની આત્મહત્યા, મરતા પહેલા પુત્રને Facebook પર આપી હતી શ્રદ્ધાંજલિ
બલૂનમાં હાઈડ્રોજન વાયુ ભરીને તેને આકાશમાં છોડવામાં આવે છે અને તે આકાશમાં 30થી 40 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચતું હોય છે. રેડિયો ફ્રિકવન્સી પર કામ કરતું બલૂન એકવાર ડેટા ટ્રાન્સમિટ કરી દે પછી તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. હવામાન કેન્દ્રો દ્વારા દરરોજ આ પ્રકારના બલૂન છોડાય છે. અંદાજે બસ્સોથી ત્રણસો ગ્રામના એક બલૂનની કિંમત અંદાજે 5થી 6 હજાર રૂપિયા થાય છે.
બાયડ બેઠકનું ગણિત : કોંગ્રેસની પરંપરાગત બેઠકને ધવલસિંહ ઝાલા ભાજપની ઝોળીમાં નાખી શકશે ખરા?
જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો
અત્રે ઉલ્લેખનીય છે કે, રાપર કચ્છ પાકિસ્તાન સીમાની નજીક આવેલું છે. હાલ પાકિસ્તાન સાથે તંગ સંબંધોના પગલે પાકિસ્તાન દ્વારા પંજાબ બોર્ડર પર વારંવાર અડપલા કરવામાં આવતા રહે છે. તેવામાં ક્ચ્છમાં પણ આવું બલુન ઉડીને આવી પડતા લોકોમાં પહેલા ફફડાટ અને ત્યાર બાદ કુતુહલ વ્યાપ્યું હતું. જો કે બલુન હવામાન વિભાગનું હોવાની માહિતી મળ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.